Offbeat

દુનિયાના 5 એવા દેશ જેમની પાસે પોતાની કરન્સી જ નથી!

Published

on

દુનિયાના મોટાભાગના દેશ પાસે એમની પોતાની કરન્સી છે. જેમ ભારત પાસે રુપિયો, અમેરિકા પાસે ડોલર અને યુરોપિયન દેશો પાસે યૂરો. પરંતુ વિશ્વમાં એવા પણ ઘણા દેશ છે જેમની પાસે એમની કરન્સી નથી. જેની પાછળના કારણ પણ ચોંકાવનારા છે.

ઝિમ્બાબ્વે.

દક્ષિણ આફ્રિકામાં સ્થિત રિપબ્લિક ઓફ ઝિમ્બાબ્વે 2009માં એક ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. દેશનું આર્થિક તંત્ર એ હદ સુધી પડી ભાંગ્યું કે આખો દેશ ભારે દેવામાં ડૂબી ગયો, જેના લીધે એણે પોતાની કરન્સી ખતમ કરવી પડી હતી. ઝિમ્બાબ્વેમાં દક્ષિણ આફ્રિકાની કરન્સી રૈંડ, બ્રિટિશ પાઉન્ડ, યૂરો, યેન, રુપિયો, યૂએસ અને ઓસ્ટ્રેલિયન ડોલરનું અસ્તિત્વ છે.

ઇક્વેડોરઃ

દક્ષિણ અમેરિકામાં સ્થિત આ દેશ એના તેલના સંસાધનો પર નિર્ભર છે. 2000ની સાલમાં આ દેશ ગંભીર આર્થિક સંકટની ઝપેટમાં આવ્યો હતો, જે પછી અત્યાર સુધી એની અર્થવ્યવસ્થા ઉભી થઇ શકી નથી. આ દેશ એટલા દેવામાં ડૂબ્યો કે અંતે એણે પોતાની કરન્સી ખતમ કરવાનો વારો આવ્યો. વર્તમાન સમયમાં અહીં યૂએસ ડોલર માન્ય છે.

Advertisement

નાઉરૂઃ
નાઉરૂ દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સ્થિત એક દ્વીપ રાષ્ટ્ર છે. આ દુનિયાનો સૌથી નાનુ દ્વીપ રાષ્ટ્ર છે, જેનું ક્ષેત્રફળ માત્ર 8.1 વર્ગ મીલ છે. અહીની કુલ વસતી 10 હજારની આસપાસ છે. આ દેશની કોઇ રાજધાની નથી અને સેના તેમજ કરન્સી પણ નથી. જેના કારણે આ દેશ વર્ષો સુધી જર્મનીનો ગુલામ રહ્યો. પહેલા વિશ્વ યુદ્ધ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ મિત્ર દેશોની મદદથી નાઉરૂને જર્મનીની સત્તાથી મુક્ત કર્યો. એ પછીથી અહીં ઓસ્ટ્રેલિયન ડોલર ચલણ તરીકે માન્ય છે.

મોનાકોઃ
યુરોપિયન મહાદ્વીપમાં સ્થિત મોનાકો દુનિયાનો બીજો સૌથી નાનો દેશ છે. અહીંની કુલ વસતી માત્ર 37 હજાર છે. આ ફ્રાંસ પર નિર્ભર દેશ છે અને પોતાની કરન્સી ના હોવાને લીધે અહીં માત્ર ફ્રાંસની કરન્સીનું અસ્તિત્વ છે.

પનામાઃ
પનામા મધ્ય અમેરિકાનો એક દેશ છે. જે 1903માં અમેરિકાની મદદથી કોલંબિયન સંઘમાંથી અલગ થયો અને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યો. પનામા નહેરને મુદ્દે અમેરિકા અને પનામા વચ્ચે થયેલી સંધીઓ પછી દેશમાં અમેરિકન ડોલરનું ચલણ છે અને દેશની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે અમેરિકાના ડોલર પર આધાર રાખે છે.

 

Advertisement

Exit mobile version