Sihor

સિહોર રામનગર પ્લોટિંગ વિસ્તારમાં ગોળ કુંડાણું વળી જુગાર રમતા 3 ઝડપાયા

Published

on

પવાર

ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે જુગારની બાજી મંડાઈ હતી ; સિહોર પોલીસના પીઆઇ ભરવાડ અને સ્ટાફને બાતમી મળી અને કાફલો ત્રાડકયો ; 3 ને દબોચી લીધા ; 15440 રોકડ મળી આવ્યા

સિહોર શહેરના ભાવનગર રોડ આવેલ રામનગર પ્લોટિંગ વિસ્તારની ખુલ્લી જગ્યામાં ત્રણ શખ્સો જુગાર રમવા ગયા અને પોલીસના હાથે ઝડપાઇ ગયા છે શહેરના પછાત રામનગર પ્લોટિંગ વિસ્તારની ખુલ્લી જગ્યામાં હારજીતના જુગારની બાજી માંડી બેઠેલા ત્રણને સિહોર પોલીસે રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી લોકઅપ હવાલે કરી દીધા છે બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર પોલીસના પીઆઇ ભરવાડ અને સ્ટાફને ખાનગી રાહે બાતમી હકિકત મળી હતી કે સિહોરના રામનગર પ્લોટિંગ વિસ્તારમાંની ખુલ્લી જગ્યામાં અમુક શખસો જુગારની બાજી માંડી બેઠા છે.

3 were caught playing gambling in the plotting area of Sihore Ramnagar

જે હકિકત આધારે રેડ કરી તપાસ હાથ ધરતા સિહોર રામનગર પ્લોટિંગ વિસ્તારમાંથી ગોળ કુંડાળુ વળી જુગાર રમતા (1) રામદેવસિંહ સહદેવસિંહ ગોહીલ, (2) વિજયભાઇ હિમ્મતભાઇ મકવાણા, (3) દયારામભાઇ કરશનભાઇ બોરાણા, રહે ત્રણેય રામનગર પ્લોટીંગ વિસ્તાર સિહોર સહિતના મળી આવતા પોલીસે ત્રણેય શખ્સોને રંગે હાથ ઝડપી પાડી શખસોના કબજામાંથી રોકડ તેમજ જુગારનું સાહિત્ય મળી કુલ 15440 નો મુદ્દામાલ કબજે લઇ પોલીસે તમામ વિરોધ જુગારધારા તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર કામગીરીમાં એચ.વી.ગોસ્વામી, અજયસિંહ ગોહિલ, ગૌતમભાઇ દવે, દામાભાઇ ગોયલ, સિધ્ધરાજસિંહ સોલંકી, ઘનશ્યામભાઇ હુંબલ, મુકેશભાઇ સાંમ્બડ, અમીતભાઇ ડાંગર વિગેરે જોડાયેલ હતા.

Advertisement

Exit mobile version