Sihor

સિહોર નગરપાલિકા પ્રમુખના કાર્યકાળના ૨.૫ વર્ષ પૂર્ણ : વિક્રમભાઈ નકુમ દ્વારા ઉલ્લાસ સાથે વિકાસનો પ્રકાશ

Published

on

દેવરાજ

અઢી વર્ષ પહેલાં પ્રમુખની જવાબદારી સંભાળી અનેક વિકાસકાર્યોના ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યા : ગૌતમેશ્વર બ્યુટીફીકેશનું સ્‍વપ્‍ન સાકાર થયું : અનેક વિસ્તારોમાં સર્વાંગી વિકાસ : શહેરમાં પાણીની અછત ન સર્જાય તે માટે પરસેવો વહાવ્‍યો

સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમની પ્રમુખ પદે વરણીને અઢી વર્ષ પૂર્ણ થયા છે. ત્‍યારે શહેરીજનોને પાયાની સેવાઓ અને સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, ભુગર્ભગટર, રસ્‍તા, સફાઇ, સ્‍ટ્રીટ લાઇટ, જાહેર સ્‍વાસ્‍થ્‍ય વિગેરે નિયમિત પણે મળે તેની સાથો સાથ ટેકનોલોજી અને સાયન્‍સ આધારીત અભૂતપૂર્વ પરિવર્તન સાથે કદમ મિલાવી નાગરિકોને અત્‍યાધુનિક સેવાઓ અને સુવિધાઓ પ્રદાન કરવા માટે પણ એટલી જ ગંભિરતાથી પ્રયત્‍નો કર્યા છે. તેમ વિક્રમભાઈ નકુમએ જણાવ્‍યું છે. નકુમએ જણાવ્‍યું હતુ કે, સિહોરની વિકાસ ગાથામાં નવા નવા અધ્‍યાય ઉમેરાઈ રહયા છે.

2-5-years-of-sihore-municipal-presidents-tenure-completed-vikrambhai-nakum-highlights-development-with-joy

પાલિકામાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહયું છે એ હકિકત પ્રજાનો ભાજપ પરનો વિશ્વાસ દર્શાવે છે. વિકાસના પાયામાં રોજગારી અને દ્યરનું ઘર મહત્‍વનાં પરિબળ ગણાય. નગરપાલિકાએ ગરીબ અને મધ્‍યમ વર્ગના લોકોને રોજગારી મળી રહે અને ઘરના ઘરનું તેઓનું સ્‍વપ્‍ન સાકાર થાય તે દિશામાં ખુબ પ્રભાવશાળી કામગીરી કરેલ છે તેના સૌ કોઈ સાક્ષી છે. ‘સેવા સેતુ કેમ્‍પ’, પી.એમ. સ્‍વનિધિ યોજના, ‘ગરીબ કલ્‍યાણ મેળા’, સહિત લોકોનું કઈક સારું થાય તે દિશામાં ખુબ સારી કામગીરી કરેલ છે.

2-5-years-of-sihore-municipal-presidents-tenure-completed-vikrambhai-nakum-highlights-development-with-joy

નગરપાલિકાએ આજથી અઢી વર્ષ પૂર્વે ચૂંટાયેલી નવી પાંખ શાસનમાં આવી ત્‍યારથી આજ સુધીમાં અવિરત વિકાસ યાત્રા શરૂ રહી છે, વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વગેરેનો સમાવેશ થાય છે. પ્રગતિ હેઠળ રહેલા વિવિધ કામો પર કરોડોના ખર્ચે ચાલી રહ્યા છે ત્યારે અંતમાં નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમએ કેન્‍દ્ર સરકાર, રાજ્‍ય સરકાર, નગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, અધિકારીઓ કર્મચારીઓ, પ્રેસ મીડિયા, સામાજીક સંસ્‍થાઓ તથા સૌ શહેરીજનોના સહયોગથી ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્ર સાથે શહેરની વિકાસયાત્રા આગળ વધી રહે છે જે બદલ સૌપ્રત્‍યે હૃદયપૂર્વક આભારની લાગણી વ્‍યકત કરી હતી.

Advertisement

Exit mobile version