Palitana

181/108 દ્વારા પાલીતાણા માનસિંહ જી હોસ્પિટલ ખાતે બાળ દિવસની ઉજવણી

Published

on

પવાર

સમગ્ર વિશ્વમાં બાળ દિવસ જુદી જુદી તારીખોએ ઉજવવામાં આવે છે. ભારતમાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો જન્મદિવસ 14 નવેમ્બર, બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે, તે બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા અને બાળકો તેમને ચાચા નેહરુ તરીકે બોલાવતા હતા. ત્યારે, રવિવારે બાળ દિન અંતર્ગત 181/108 દ્વારા પાલીતાણા માનસિંહ જી હોસ્પિટલ ખાતે બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અહીં બાળ દિવસ અંતર્ગત બાળકોને માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડવામાં આવી હતી. તો આ સાથે જ ઉપસ્થિત તમામ લોકો અને બાળકોએ એકબીજા સાથે બાળ દિવસની શુભેચ્છાઓની આપ લે કરી હતી. આ તબક્કે હોસ્પિટલના ડો અમીતાબેન, ડો ઉમંગભાઈ, ડો મિતાલીબેન, તેમજ 181/108 ની ટિમો ઉપસ્થિત રહી હતી આ તકે 181ના ફરજ પરના કાઉન્સિલરએ કહ્યું હતું કે બાળકો તેમના સારા સ્વાસ્થ્ય માટે સજાગ બને તેમજ આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. જે ધ્યાનમાં રાખી આજ રોજ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી બાળકોમાં ખૂબ ખુશી જોવા મળી હતી.

Trending

Exit mobile version