Sihor

સિહોર ઘાંઘળી ગામમાં ઇ-ગ્રામ સેવા અંતર્ગત ગત દોઢ વર્ષમાં 15.5 કરોડ રૂપિયા ટ્રાન્ઝેક્શન થયા

Published

on

Pvar

ગ્રામ્ય નાગરિકોને સરકારી કામગીરી, બેન્કિંગ, રિચાર્જ, વીમા સહિતની નાણાકીય સુવિધાઓ ગ્રામ પંચાયત ખાતે જ ઉપલબ્ધ, વી.સી.ઇ. શ્રી જયેશભાઇ પારઘીની રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી : ગત વર્ષે કામગીરી બદલ ઇલેક્ટ્રોનિક બાઇકના વિજેતા બન્યા હતા

સિહોર તાલુકાનું ઘાંઘળી ગામ આમ તો ચાર હજાર નાગરિકોની જ વસતિ ધરાવે છે પરંતુ અહીંની ગ્રામ પંચાયત કચેરી ખાતે કાર્યરત વી.સી.ઇ. (વિલેજ કોમ્યુટર આંત્રપ્રિન્યોર) શ્રી જયેશભાઇ પારઘીએ ઇ-ગ્રામ અંતર્ગત ગત વર્ષે 13 કરોડ રુપિયા અને ચાલુ વર્ષે 2.5 કરોડ રુપિયાથી પણ વધુની બિઝનેસ ટ્રાન્ઝેક્શન કર્યા છે. ઘાંઘળી ગામમાં કોઈ પણ બેંક નહીં હોવાથી લોકો રોજ બરોજના બેન્કિંગ વ્યવહારો કરવા માટે ઈ-ગ્રામ ધરા આવે છે આમ, શ્રી જયેશભાઈ વર્ષોથી વી.સી.ઇ. તરીકે કાર્ય કરતાં હોવાથી લોકો માટે ખૂબ જ વિશ્વાસપાત્ર સાબિત થયા છે. વી.સી.ઇ. શ્રી જયેશભાઇને ગત વર્ષે શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય સરકારે ‘બેસ્ટ વી.સી.ઇ.’ એવોર્ડથી સન્માનિત કર્યા હતા અને તેમને ઇનામ સ્વરુપે ઇ-બાઇક પણ મળ્યું હતું. વી.સી.ઇ.શ્રી જયેશભાઇ પારઘી જણાવે છે કે ગ્રામ પંચાયત કચેરીમાં B2C (‘બિઝનેસ ટુ સિટીઝન’) સેવાઓ જેવી કે મોબાઇલ રીચાર્જ, લાઇટ બિલ કલેકશન, DTH રીચાર્જ, ૨-૪ વ્હીલર વ્હીકલનો વિમો, મેડીકલ વીમો, મની ટ્રાન્સફર, આધાર અનેબલ પેમેન્ટ સીસ્ટમ (ALPS), બસ ટીકીટ, એર ટીકીટ, ટ્રેન ટીકીટ નું ઓનલાઇન બુકિંગ અને ઇનકમ ટેક્ષ રીટર્ન જેવી સેવાઓ આપવામાં આવે છે.

15.5 crore rupees transactions were done in last one and a half year under e-gram service in Sihore Ghangli village.

આ ઉપરાંત B2C સેવાઓમાંથી આધાર અનેબલ પેમેન્ટ સીસ્ટમ (AEPS) નો સૌથી વધારે વપરાશ કરું છુ કારણ કે મારી ગ્રામ પંચાયતના આજુબાજુમાં GIDC વિસ્તાર આવેલ છે. જેમાં બહારના રાજ્યના શ્રમિકો કામ કરે છે તેમને પોતાનો પગાર ખાતામાંથી દર મહીને ઉપાડવા કે પોતાના સબંધિઓને પૈસા મોકલવાનો હોય છે. બેંક દૂર હોવાથી તેઓ અહીં ગ્રામ પંચાયતમાં આવે છે અને હું તેમને આધાર અનેબલ પેમેન્ટ સીસ્ટમ (ALPS) થી કરી આપુ છું. જેથી શ્રમિકોનો સમય બચે છે અને મને પણ કમિશન થી આવક પણ મળે રહે છે. વધુમા્ તેઓ જણાવે છે કે G2C (‘ગર્વમેન્ટ ટુ સિટીઝન’) સેવાઓ અંતર્ગત ગ્રામ પંચાયત માંથી ૭/૧૨ કે ૮અ ના ઉતારા, જન્મ-મરણના દાખલાઓ, RTO ના ફોર્મ, ઓન લાઇન ભરતીના ફોર્મ, પાન કાર્ડ, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, તેમજ ડીજેટલ સેવા સેતુ મારફત સીનીયર સીટીઝનનો દાખલો, વિધવા સર્ટીફીકેટ, આવકનો દાખલો કે રેશન કાર્ડ ને લગતી અરજીઓ આઇ- ખેડૂત પોર્ટલ ને લગતી અરજીઓ માટે તાલુકા મથક પર જવું પરંતુ સરકારશ્રી ના ઇ-ગ્રામ પ્રોજેકટ અંતર્ગત ઇન્ગ્રામ સેન્ટર પર ઉપરની બધી સેવાઓ મળી રહે છે. જેથી અરજદારોને તાલુકા મથક સુધી જવું પડતું નથી જેથી અરજદારના સમય અને પૈસા બન્નેની બચત થાય છે. આથી અમે રાજય સરકારનો ઇ-ગ્રામ વિશ્વ ગામ પ્રોજેકટ શરૂ કરવા બદલ ખુબ-ખુબ આભારી છીએ ઘાંઘળી ગામના ઇ-ગ્રામ સેનેટર વિશે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. પ્રશાંત જીલોવાએ જણાવ્યું હતું કે ઘાંઘળી ગ્રામ પંચાયતના વી.સી.ઇ. શ્રી જયેશભાઈની કામગીરીની રાજ્ય સ્તરે નોંધ લેવાઇ રહી છે, જે અન્ય વી.સી.ઇ. માટે પણ પ્રેરણારુપ છે.

Advertisement

Exit mobile version