Sihor
સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમની દેખરેખમાં 1.5 કીમીના રસ્તા માટે 1.60 કરોડની ફાળવ્યા
પરમ દિવસે ખાતમુહૂર્ત અને તે દિવસથી જ કામ શરૂ, પ્રજાના જનનાયક વિક્રમભાઈ નકુમનો પ્રજાલક્ષી મોટો નિર્ણય, શંખનાદની ઝુંબેશને પણ બિરદાવી
સિહોરના સુરકાના દરવાજા વિસ્તારની ખરાબ રોડની હાલતને લઈ શંખનાદ દ્વારા છેલ્લા બે દિવસ થી સતત લોકોની વચ્ચે જઈને લોકો સુધી નિર્ભય રીતે સમસ્યા પહોંચાડવાનું કામ કર્યું છે જેની વચ્ચે સિહોર માટે સૌથી મોટા સમાચાર મળે છે કે નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમે મોટી જાહેરાત કરી છે કે સુરકાના દરવાજા થી 1.5 કિમીના રોડ માટે 1.60 કરોડ જેવી રકમ તાત્કાલિક ફાળવી છે અને વિક્રમભાઈ નકુમે ત્યાં સુધી કહ્યું કે પરમ દિવસ ગુરૂવારે ખાતમુહૂર્ત થશે અને તે દિવસથી રોડ બનાવવાના કામનો પ્રારંભ થશે આમ પણ વિક્રમભાઈ નકુમે જ્યારથી પ્રમુખનો તાજ સંભાળ્યો છે ત્યારથી શહેરીજનોને પાયાની સેવાઓ અને સુવિધાઓ માટે પ્રથમ પ્રાધ્યાય મળ્યું છે, પાણી, ભુગર્ભગટર, રસ્તા, સફાઇ, સ્ટ્રીટ લાઇટ, જાહેર સ્વાસ્થ્ય વિગેરે નિયમિત પણે મળે તે દિશામાં અવિરત ગંભીરતાથી પ્રયાસો કર્યા છે ત્યારે સુરકાના દરવાજાથી 1.5 કિમીના રોડ માટે 1.60 કરોડ જેવી તાત્કાલિક રકમ ફાળવી છે અને જેનું પરમ દિવસે ખાતમુહૂર્ત પણ ઉચ્ચ અધિકારી અને નેતાઓની હાજરીમાં થનાર છે અહીં વિકાસનું વધુ એક મોરપીંછ ઉમેરાયું છે વિક્રમભાઈએ શંખનાદના પ્રજાલક્ષી કામને બિરદાવ્યું છે