Fashion

હજુ ઠંડીનાં ઠેકાણા નથીને ગરમ કપડાની માર્કટ ખુલી : ઘરાકી નહીવત

Published

on

હજુ ઠંડીનાં ઠેકાણા નથીને ગરમ કપડાની માર્કટ ખુલી : ઘરાકી નહીવત


દેવરાજ
મોટા ભાગે દર વર્ષે દિવાળી તહેવારો કડકડતી ઠંડી પડતા ગરમ વસ્ત્રોની ડિમાન્ડમાં વધારો થતો હોય છે પરંતુ આ વર્ષે વાતાવરણમાં બદલાવ સાથે ઠંડી થતાં ગરમ વસ્ત્રોનાં માર્કેટમાં મંદોનું ગ્રહણ જોવા મળી રહ્યું છે. શિયાળુ ઋતુનાં આગમન સાથે જ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ધંધાર્થીઓએ ગરમ વસ્ત્રોનો જંગી સ્ટોક કર્યો હતો.પરંતુ હજુ ઠંડીના કોઈ પગરવ નહી થતા ગરમ વસ્ત્રોની ખરીદી નહીવત જોવા મળી રહી છે. દર વર્ષની માફક આ વર્ષે  ગરમ વસ્ત્રોના સ્ટોલો ઉભા થયા છે. શાલ, ટોપી, મફલર, કોટ, સ્વેટર, સહિતના અનેકવિધ ગરમ વસ્ત્રોનો જંગી સ્ટોક માર્કેટમાં ઉતાર્યો છે.પરંતુ હજુ ઠંડી નહી પડતા દિવસભર બોણીના પણ ફાંફા થઈ રહ્યા છે. ગરમ વસ્ત્રોનાં માર્કેટમાં હાલ મંદી ચાલી રહી છે. ખરીદી નહીવત રહી છે. ઠંડીનું આગમન થતા જ આ માર્કેટમાં ગ્રાહકોની અવર-જવર ખરીદી શરૂ થવાની આશા છે..

Trending

Exit mobile version