festival

સાળંગપુરમાં નિર્માણ પામ્યુ વિશ્વનું વિરાટ યાત્રા ભવન : ગુરૂવારે અમિત શાહના હસ્તે લોકાર્પણ

Published

on

સાળંગપુરમાં નિર્માણ પામ્યુ વિશ્વનું વિરાટ યાત્રા ભવન : ગુરૂવારે અમિત શાહના હસ્તે લોકાર્પણ


પવાર
સેવન સ્ટાર હોટેલને ટકકર આપે એવું 1100 રૂમનું અત્યાધુનિક ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું દોઢ વર્ષ પૂર્વે અમિતભાઇએ જ ભૂમિપૂજન કરેલું : તૈયારીઓનો ધમધમાટ ; હનુમાનજી મહારાજનું વિશિષ્ટ દિવસ એટલે કાળી ચૌદશના પાવન પર્વ પર યજ્ઞ, પૂજા અને દર્શનનો લાભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લેશે : આધ્યાત્મિક ક્ષેત્રે વિશ્વનું સૌથી મોટુ યાત્રિક ભવન બની રહેશે.


સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પ્રથમ 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન માત્ર દોઢ વર્ષના ગાળામાં તૈયાર કરાયું છે. સેવન સ્ટાર હોટેલને ટકકર આપે તેવા યાત્રિક ભવનનું લોકાર્પણ તા. 31ના ગુરૂવારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે થશે. સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વના દરેક આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું 1100 રૂમનું શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થઈ ગયું છે. આ 8 ફ્લોરવાળા ગેસ્ટ હાઉસનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી 1008 રાકેશપ્રસાદજી તથા સંતોના હસ્તે 31 ઓક્ટોબર 2024ના રોજ થશે. મહત્ત્વનું છે કે, શ્રીહરિપ્રકાશદાસજી સ્વામી સંકલ્પથી તથા કોઠારીસ્વામીશ્રી વિવેકસાગરદાસજી-અથાણાવાળાના માર્ગદર્શનથી અને વડતાલ ટેમ્પલ બોર્ડના સહકારથી આ રાજમહેલ જેવું શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરાયું છે.  સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદાના દર્શન લાખો ભક્તો ઊમટી રહ્યા છે. આ દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે.  આ શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9,00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે. રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ બિલ્ડીંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી. બિલ્ડીંગમાં એન્ટર થતા જ ઇન-આઉટ માટે બે રેમ્પ બનાવ્યા છે. જ્યાંથી અંદર પ્રવેશતા જ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોન્જને ટક્કર મારે એવું રિસેપ્શન એરીયા બનાવ્યું છે. અહીંથી યાત્રિકો ગણતરીની મિનિટોમાં જ રૂમ બુક કરાવી શકે છે. યાત્રિકો માટે કુલ 1000થી વધુ રૂમ અવેલેબલ છે. જેમાં 500 એસી અને 300 નોન એસી રૂમ, 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમ. યાત્રિકો પોતાના રૂમમાં આરામથી જઈ શકે એ માટે સીડી ઉપરાંત 10 હાઈ સ્પીડ એલિવેટર (લિફ્ટ)ની સુવિધા પણ છે. શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં આખા બિલ્ડિંગમાં એક સાથ એક રૂમમાં પાંચ એમ 1000થી વધુ રૂમમાં 5,000 થી વધુ લોકો આરામથી રહી શકશે. આ બિલ્ડિંગમાં 400 અઈ રૂમ દીઠ એકનું મેનઇટનન્સ ભાડુ  1500 રૂપિયા અને 300 નોન એસી રૂમ 800 રૂપિયા રહેશે. જેમાં એક-એક રૂમમાં ચાર સિંગલ બેડ અને એક ગાદલુ, રજાઈ અને ઓશીકું અને ખુરશી પણ આપવામાં આવશે. તો 45 સ્યૂટ રૂમ દીઠ એકનું મેઈન્ટનન્સ ભાડુ 3 હજાર રૂપિયા હશે. જેમાં દરેક રૂમમાં 4 સિંગલ બેડ અને એક ડબલ બેડ, ટેબલ અને ખુરશી વીથ ફર્નિચર હશે. 

Trending

Exit mobile version