Sports
ભાવનગર સાયકલ ક્લબ દ્વારા કારગિલ વિજય દિવસ પર કારગિલ યુદ્ધના શૂરવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા 20 કીલોમીટર સાયકલ રાઈડ યોજાઈ
ભાવનગર સાયકલ ક્લબ દ્વારા કારગિલ વિજય દિવસ પર કારગિલ યુદ્ધના શૂરવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા 20 કીલોમીટર સાયકલ રાઈડ યોજાઈ
બ્રિજેશ
ભાવનગર સાયકલ ક્લબ દ્વારા કારગિલ વિજય દિવસ પર કારગિલ યુદ્ધના શૂરવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા 20 કીલોમીટર સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25 જેવા સાયકલિસ્ટોએ સાયકલ પર તિરંગા ફરકાવી ભાગ લીધો હતો. 26 જુલાઈના દિવસે કારગિલ વિજય દિવસ હોય જે દિવસે કારગિલ ખાતે ભારતે દુશ્મનોને ધૂળ ચટાડીને વિજય મેળવ્યો હતો. આ દિવસે ભારતના જવાનો શહિદ થયા હતા. જેનું બલિદાન ભારતવાસીઓ ક્યારેય ભૂલશે નહીં, દેશમાં દર વર્ષે કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે, કારગિલ યુદ્ધના શૂરવીરોના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભાવનગર સાયકલ ક્લબ દ્વારા 20 કિલોમીટર સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ યાત્રા શહેરમાંથી નીકળી બંદર રોડ પર આવેલ હનુમાનજીના મંદિરે પૂરી કરવામાં આવી હતી, તેવું ભાવનગર સાયકલ ક્લબના ફાઉન્ડર કલ્પેશસિંહ ઝાલાએ જણાવ્યું હતું, ત્યાર બાદ તમામ સભ્યોના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા, અને ભાવનગર સાયકલ ક્લબના સભ્ય શૈલેન્દ્રસિંહ ગોહિલ તરફથી આ કારગિલ દિવસની સાયકલ યાત્રામાં ભાગ લેનાર તમામને મેડલ આપવામાં આવ્યા હતા.