festival

ભાવનગર જિલ્લામાં ખાણખનીજ વિભાગના દરોડા, કુલ 15 લાખનો મુદ્દામાલ જપ્ત

Published

on

ભાવનગર જિલ્લામાં ખાણખનીજ વિભાગના દરોડા, કુલ 15 લાખનો મુદ્દામાલ જપ્ત

પવાર
ભાવનગર જિલ્લામાં ખાણખનીજ વિભાગના દરોડા પાડવમાં આવ્યા છે. ગુજરડા, સમઢીયાળામાં ખાણખનીજની ટીમે દરોડા પાડયા છે. શેત્રુંજી નદીના પટમાં ખનીજ ચોરી સામે કાર્યવાહી હાથ ધરવાં આવી છે. ખાણખનીજની ટીમે દરોડામાં કુલ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લામાં થતી ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા ખનીજ વિભાગ મેદાનમાં ઉતર્યું છે. ભાવનગર જિલ્લાના શેત્રુંજી નદીના પટમાં થતી ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા ખનીજ વિભાગની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખનીજ વિભાગ દ્વારા ગુજરડા અને સમઢીયાળા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે. દરોડામાં 2 બોટ, 2 ખનીજ ચાળવાના ચાવરણા, 1 ફાઇબર બોટ સહિત કુલ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્થળ ઉપરથી 11 ટ્રક અને 1 જેસીબી ચાલકો ભાગી છૂટ્યાં છે. ભૂસ્તર શાસ્ત્રીએ ભાગી છુટેલા 11 ટ્રક અને 1 જેસીબી ચાલકો સામે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે. સૌથી મોટો સવાલ અહીંયાએ ઉભો થાય છે કે ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલા દરોડા દરમિયાન તમામ ટ્રકોની ચાવીઓ કબજે લેવામાં આવી તેમ છતા આ ટ્રકના માલિકો ચાવી વગર ટ્રકોને કેવી રીતે લઈ ગયા..? કોની રહેમ દ્રષ્ટિથી પંથકોમાં ખનીજ ચોરી ચાલી રહી છે તે પણ સવાલ અહીંયા ઉભો થાય છે..

Trending

Exit mobile version