Sihor
ફૈઝલ પઢીયારની ગેરરીતિમાં સંડોવણી : GST ઇન્ટેલિજન્સનું સિહોરમાં સર્ચ ઓપરેશન
બરફવાળા
ફૈઝલ પઢીયારની ગેરરીતિમાં સંડોવણી, નિવાસે ન હોવાથી ફૈઝલ માટે સમન્સ પાઠવાયુ
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ) GSTની ઇન્ટેલિજન્સ વિંગ દ્વારા જીએસટી ગેરરીતિ અંગે સિહોરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ફૈઝલ ઝાહિદભાઇ પઢીયારના સિહોરના ખાતેના નિવાસ્થાને કાર્યવાહી કરવામાં આવી હતી, જો કે ફૈઝલ મળી આવ્યો ન હતો, તેથી ડીજીજીઆઇ એ હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યુ હતુ. બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ, ફાઇલો બનાવવી સહિતની ડીજીજીઆઇને મળેલી બાતમીના આધારે મંગળવારે વહેલી સવારથી ફૈઝલ ઝાહિદભાઇ પઢીયારના નિવાસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. ડીજીજીઆઇની ટુકડીએ સ્થળ પરથી વાંધાજનક સાહિત્ય કબજે લીધુ હતુ અને પંચનામુ કર્યુ હતુ. સર્ચની કાર્યવાહી દરમિયાન ફૈઝલ સ્થળ પર મળી આવ્યો ન હતો તેથી તેના માટે સમન્સ પાઠવાયુ હતુ. ભાવનગર ઉપરાંત ડીજીજીઆઇની એક ટુકડી ફૈઝલના સિહોરમાં સિપાહી શેરી નજીક આવેલા જૂના નિવાસ્થાને પણ પહોંચી હતી અને પુછપરછ હાથ ધરી હતી, જો કે સિહોર ખાતેનું ઘર પડતર અને બંધ હાલતમાં હોવાથી ટુકડીની અપેક્ષિત સફળતા હાથ લાગી ન હતી.ફૈઝલની ડીજીજીઆઇ પુછપરછ હાથ ધરશે ત્યાર બાદ જ, તેની સાથે જીએસટી ગેરરીતિમાં કોણ કોણ સંકળાયેલું છે, તે બહાર આવશે. આ રીતે સર્ચ ઓપરેશન ટોક ઓફ ધ ટાઉન બની ગયું હતું.