Fashion
દિવાળી નજીક આવતા સોની બજાર, આંગડિયા વેપારી સહિત મુખ્ય સ્થળોએ સિહોર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ
દિવાળી નજીક આવતા સોની બજાર, આંગડિયા વેપારી સહિત મુખ્ય સ્થળોએ સિહોર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ
જાડેજા અને ટીમ ખુદ મેદાનમાં, ચોરી-લૂંટના બનાવો સામે વેપારીઓ અને પોલીસનું સંકલન, સિહોર પોલીસ એક્શન મોડમાં, સોની અને આંગડિયાના એક એક સ્થળોએ પોલીસ દ્વારા માર્ગદર્શન અપાયું, ટિમો રૂબરૂ પોહચી
Devraj
નવરાત્રિથી સોની બજારમાં અને સિહોરના લગભગ તમામ બજારમાં તેજી જોવા મળી રહી છે. દિવાળીના તહેવારો નજીક આવતા હોવાથી તમામ દુકાનો અને શો રૂમમાં ઘરાકી વધતાં ચોરી અને લૂંટના બનાવો વધવાની શક્યતાને પગલે પોલીસે ખાસ કરીને સોની બજારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે અને શંકાસ્પદ લોકો પર વોચ રાખવામાં આવી રહી છે.તમામ વેપારીઓને તકેદારી રાખવા અને કોઈ વ્યક્તિની શંકાસ્પદ હરકત નજરે પડે તો પોલિસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. સીસીટીવી કેમેરા ચેક કરી લેવાના અને સુરક્ષા વધારવા માટે પણ સોની બજારમાં દરેકને અગત્યની સૂચનાઓ અપાય છે. આગામી દિવસોમાં વેપારીઓ અને પોલીસ વચ્ચેનું સંકલન જળવાઈ રહે તે માટે કામગીરી કરવામાં આવશે. તમામ શો રૂમની સુરક્ષા વધારવાની તથા સીસીટીવી કેમેરા ચકાસવાની અને તમામ કર્મચારીઓને ખાસ જાગૃત રહેવા માટેની તાકીદ કરવામાં આવી છે. શો રૂમમાં પ્રવેશનાર કોઈપણ વ્યક્તિની હરકત શંકાસ્પદ જણાય તો તાકીદે પોલીસને જાણ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. મુખ્ય બજારો તેમજ વેપારી સંગઠનો દ્વારા પણ ખાસ તકેદારી રાખવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. આંગડિયા કર્મચારીઓને સજાગ રહેવા તાકીદ કરાઈ છે. સિનિયર પોલીસ અધિકારી જાડેજાના જણાવ્યા મુજબ સિહોર શહેરમાં નવરાત્રિથી જ શહેરના મુખ્ય માર્ગ અને સોની બજારમાં દિવસ-રાતનું સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે.