Bhavnagar

તળાજાના ઉંચડી ગામે ખોદકામ કરતાં બુદ્ધ ભગવાન તથા ગણપતિની મૂર્તિઓ મળી આવી

Published

on

તળાજાના ઉંચડી ગામે ખોદકામ કરતાં બુદ્ધ ભગવાન તથા ગણપતિની મૂર્તિઓ મળી આવી



દેવરાજ
તળાજા નગર અને આસપાસ નો વિસ્તાર ઐતીહાસિક છે. તાલધ્વજ ડુંગર તેનું પ્રમાણ છે.ત્યારે આજે નજીકના ઉંચડી ગામે આશરે એકસો વર્ષ જૂનું રામજી મંદીરના ખોદકામ દરમિયાન બુદ્ધ ભગવાન ની બે અને ગણપતિદાદા ની એક દટાયેલી પુરાતન પ્રતિમા મળી આવતા અહીં એકાદ સદી પહેલા જૈન દેરાસર હોવું જોઈએ તેવી માન્યતા ગ્રામ જનોમાં ફેલાઈ છે.
અહીંના ઝાંઝમેર, કામરોળ, દાઠા સહિતના ગામો એક સમયે જૈન ધર્મના લોકોની વસ્તીવાળા ગામ તરીકે આજે પણ ઓળખાય છે.દાઠા જૈન ધર્મના લોકોનું ધર્મસ્થાન છે.ત્યારે હાલ જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે ત્યારે ઉંચડી ગામે ખોદ કામ દરમિયાન બુદ્ધ ભગવાનની આરસ ની બે પ્રતિમા અને એક ગણપતિ દાદા ની પુરાતન પ્રતિમા મળી આવી છે. ગામના અગ્રણી વિક્રમસિંહ રાઠોડ એ જણાવ્યું હતુ કે ગામમા આશરે એકસો વર્ષ જૂનું રામજી મંદિર હતું. તેને નવું બનાવવા માટે ડોઘલા ખોદવામા આવતા હતા.તે સમયે ત્રિકમ મારતા અહીં કઈક મજબૂત વસ્તુ પડી હોવાનું જાણ થઈ હતી.આથી સલામત રીતે જોતા દોઢેક ફૂટ ની બે પ્રતિમા જૈન સંપ્રદાયના ભગવાનની મળી આવી હતી. આમૂર્તિઓ નીકળતા ગામ લોકોમાં કુતુહલ ફેલાયૂ હતું. અહીં ભૂતકાળમા જૈનો ની વસ્તી અને જિનાલય હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.પુરાતન વિભાગ આ બાબતે તપાસ કરે તો ખોદકામ દરમિયાન મળી આવેલ મૂર્તિઓ ક્યારની અને ક્યાં સંપ્રદાય- ભગવાન ની છે તે ચોક્કસ વાત બહાર આવી શકે.

Trending

Exit mobile version