Uncategorized

કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલઅમરગઢ ના બી.ડી.એસ ફાઇનલ વર્ષના દેવીક હર્ષ વેદ ને શ્રી બી.એન.વિરાણી સુવર્ણ પદક એનાયત કરાયો

Published

on

દંત તબીબ ક્ષેત્રનું ગૌરવ

કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ
અમરગઢ ના બી.ડી.એસ ફાઇનલ વર્ષના દેવીક હર્ષ વેદ ને શ્રી બી.એન.વિરાણી સુવર્ણ પદક એનાયત કરાયો

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા યોજાયેલ યુવા પ્રતિભા સન્માન સમારોહમાં દંત તબીબ વિભાગમાં ઉચ્ચ ગુણાંક મેળવવા બદલ વિશેષ સન્માન

દર્શન
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તા.૧૩/૦૭/૨૦૨૪ ને શનિવારના રોજ અટલ ઓડિટોરિયમ ભાવનગર ખાતે યુવા પ્રતિભા સન્માન સમારોહ ૨૦૨૩-૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિવિધ ક્ષેત્રમાં પોતાની પ્રતિભાઓને છલકાવતા વિધાર્થીઓને વિશેષ પદક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમાં દંત તબીબ ક્ષેત્રમાં એટલે બી.ડી.એસ અભ્યાસ માં યુનિવર્સિટીમાં ઉચ્ચ ગુણાંક મેળવેલ કે જે મહેતા ટી બી હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ અમરગઢ ના બી.ડી.એસ ના ફાઇનલ વર્ષના વિધાર્થી દેવીક હર્ષ વેદ ને ડો.કે.બી કોકાની મેમ્બર ઓફ બોર્ડ મેનેજમેન્ટ ના હસ્તે શ્રી બી.એન.વિરાણી સુવર્ણ પદક એનાયત કરવામાં આવ્યો હતો. દેવીક વેદ દ્વારા ૭૧.૨૫ % સાથે ફર્સ્ટ કલાસ મેળવી ને સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક મેળવી કોલેજનું ગૌરવ વધારેલ. પિતા હરેશ વેદ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં ધંધા સાથે સંકળાયેલા છે. દેવીક વેદને સુવર્ણ પદક એનાયત થતા કે જે મહેતા ટી બી હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ દ્વારા તેમજ કોલેજના આચાર્ય ડો.પંકજાક્ષી બાઈ કે તેમજ સમગ્ર કોલેજ પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવાવમાં આવેલ.

Trending

Exit mobile version