Sihor

સિહોર સહિત જિલ્લામાં જન્માષ્ટમી પર્વ પર મોડીરાત્રે મેઘરાજાનું ધીમે ઘારે આગમન, ખેડૂતોને આશા બંધાઈ

Published

on

દેવરાજ

  • કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી ; સિહોર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ : લાંબા વિરામબાદ વરસાદ થતાં ધરતીપુત્રોમાં આનંદ

સિહોર શહેર અને જિલ્લામાં છેલ્લાં એકાદ મહિનાથી વરસાદે વિરામ લીધો હતો. જ્યારે ગઈકાલે દિવસ દરમિયાન બફારો અને ઉકળાટ બાદ રાત્રીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે વરસાદ પડતાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વિજપુરવઠો પણ ખોરવાયો છે. શહેર અને જિલ્લામાં ઓગસ્ટ માસના કોરો ધાકોડ વિત્યા બાદ ભાવનગરમાં ગઈકાલે મોડીરાત્રે ઝરમર મેઘમહેર થઈ હતી, ઘણાં લાંબા સમય બાદ વરસાદનું આગમનથી લોકો અને ખેડૂતોને આશા બંધાઈ હતી.

Krishna Janmotsav celebrated by Vishwanath Mahadev Yuva Mandal at Sihore Patel Farm

ચોમાસા પૂર્વે અને બરાબર આગમન સમયે ધીંગી મેઘમહેર વરસાવ્યા બાદ મેઘરાજા એકાએક અંતર્ધ્યાન થઇ જતા ધરતીપુત્રો સહિત આમ આદમીની ચિંતા માં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હતો એ દરમ્યાન બે દિવસ પૂર્વે રાજ્ય ના હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે સ્થગિત થયેલું ચોમાસું પુનઃ સક્રિય બનીને અરબી સમુદ્રમાં આવી પહોંચ્યું છે અને એક સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં ફરી છવાઈ જશે આ વાવડને પગલે લોકો ના હૈયે હાશકારો થયો હતો, ખેડૂતો ને આંશિક રાહત થવા પામી હતી જેમાં છેલ્લા ત્રણ દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં અસહ્ય બફારાને પગલે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે એકાએક ઢળતી સાંજે ઝરમર વરસાદ વરસ્યો હતો.

Exit mobile version