Uncategorized
સિહોર તાલુકાના સણોસરા સહિત પંથકમાં ‘સૌની યોજના’ અંતર્ગત લાભ આપવાં પાણી પુરવઠા મંત્રીશ્રીનું આશ્વાસન
સિહોર તાલુકાના સણોસરા સહિત પંથકમાં ‘સૌની યોજના’ અંતર્ગત લાભ આપવાં પાણી પુરવઠા મંત્રીશ્રીનું આશ્વાસન
સણોસરા વિસ્તારનાં અગ્રણીઓ સાથે પીપરડી ગામે યોજાઈ બેઠક
સિહોરના સણોસરા સહિત પંથકમાં સરકારની ‘સૌની યોજના’ અંતર્ગત લાભ આપવાં પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ આશ્વાસન આપ્યું છે. પીપરડી ગામે સણોસરા વિસ્તારનાં અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ ગઈ. સિહોર તાલુકાનાં પીપરડી ગામે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયાની યોજાયેલ બેઠકમાં સણોસરા પંથકમાં ‘સૌની યોજના’ અંતર્ગત લાભ આપવા થયેલી ચર્ચામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારી સાથે કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિત, સણોસરાનાં સરપંચ શ્રી હિરાભાઈ સાંબડ દ્વારા સાંઢિડા તળાવ સહિત આસપાસનાં તળાવો માટે વિગતો અપાઈ હતી. પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ અહી આગેવાનો શ્રી મૂળજીભાઈ મિયાંણી, શ્રી કુરજીભાઈ મકવાણા અને ધારાશાસ્ત્રી અગ્રણી શ્રી કાંતિભાઈ ચૌહાણ સાથે આશ્વાસન આપતાં જણાવ્યું છે કે, ‘સૌની યોજના’ અંતર્ગત વિકળિયા ગામથી સણોસરા, રામધરી થઈને સિહોર આગળ રાજપરા સુધીની યોજના માટે વિચારણા કરી શકાય તેમ છે. સિહોર પંથકનાં જળાશયો આ યોજના દ્વારા ભરવાં માટે ભુપૃષ્ઠ સ્થિતિ સાથે જળરાશિની ઉપલબ્ધિ અને સરકાર દ્વારા નાણાંકીય ફાળવણી માટે આયોજનની કઠિન પ્રક્રિયા છતાં આ વિસ્તાર માટે પૂરતાં પ્રયાસો કરવામાં આવશે. આ બેઠકમાં ‘સૌની યોજના’ વિભાગનાં અધિકારી શ્રી દ્વારા પણ શક્યતાદર્શી અહેવાલ અભિપ્રાયો અહીંયા મંત્રી શ્રી તથા કાર્યકર્તાઓને સમજવાયેલ. અહી આસપાસનાં ગામોનાં અગ્રણીઓ પણ સામેલ થયાં હતાં.