Gujarat

સિહોરના રસ્તા પર દર્દનાક મોત :  રીક્ષા ચલાવતા વિજયસિંહને ચાલુ ગાડીએ આવ્યો હાર્ટએટેક

Published

on

સિહોરના રસ્તા પર દર્દનાક મોત :  રીક્ષા ચલાવતા વિજયસિંહને ચાલુ ગાડીએ આવ્યો હાર્ટએટેક



ભાવનગર રાજકોટ હાઈવે પર રીક્ષા ચાલકને ડ્રાઈવિંગ દરમિયાન આવ્યો એટેક..ઘટનામાં વિજયસિંહ સરવૈયા નામના વ્યક્તિનું મોત…..ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા…અને વિજયસિંહને રીક્ષામાંથી બહાર કાઢીને તેમને હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા

પવાર
હાર્ટ એટેકની ઘટનાઓ હવે દર્દનાક બની રહી છે. કોઈને ઊંઘમાં, તો કોઈને પૂજા કરતા, કોઈને ચાલુ ક્લાસમાં તો કોઈને ચાલુ નોકરીએ હાર્ટ એટેક આવી રહ્યાં છે. ત્યારે સિહોરમાં રાજકોટ રેલવે ફાટક પાસે ચાલુ રિક્ષામાં એક રીક્ષા ચાલકેને હાર્ટ એટેક આવ્યો હતો… સિહોરના ભાવનગર રાજકોટ હાઇવે રેલવે ફાટક નજીકથી પસાર થતી એક રીક્ષામાં એક શખ્સને હાર્ટ એટેક આવ્યો હતો. અંદાજિત 40 કે 45 વર્ષના વ્યક્તિને ચાલુ રીક્ષામાં એટેક આવતા સ્થાનિક લોકો દોડી ગયા હતા. જેથી આસપાસના લોકો દોડી ગયા અને તાત્કાલિક રીક્ષામાંથી વ્યક્તિને ઊંચકીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર રાજકોટ હાઇવે સિહોરના રેલવે ફાટક પાસેથી સોનગઢના વિજયસિંહ સરવૈય પોતાની રિક્ષા લઈને જઈ રહ્યા હતા. આ સમયે રિક્ષા ચલાવતી સમયે વિજયસિંહને હાર્ટ એટેકનો હુમલો આવતા જ રિક્ષા રસ્તાથી નીચે સાઈડમાં ઉતરી ગઈ હતી. તાત્કાલીક 108 દ્વારા વિજયસિંહને સિહોર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને હાર્ટ એટેકના કારણો મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું. બનાવને લઈ પરિવારમાં દુઃખ સાથે આક્રંદ છવાયો છે..


મુરલીધર ગ્રુપના યુવાનોએ 108 બોલાવી વિજયસિંહને હોસ્પિટલ પોહચાડયા


સેવાભાવિ મુરલીધર ગ્રુપના હરદેવસિંહ ખાંભા, રામદેવસિંહ ખરખડી, અમીન બરફવાળા, ઈમ્તિયાઝ મેમણ સહિતના સેવાભાવી યુવાનો ટ્રાન્સપોર્ટ ધંધા સાથે સંકળાયેલા છે, આજ વિસ્તારમાં આ સેવાભાવી યુવાનોની ટ્રાન્સપોટેશની ની ઓફિસ આવેલી છે. ઘટનાની જાણ થતાં તાબડતોબ આ ઉપરોક્ત યુવાનો બનાવ સ્થળે દોડી જઈને 108ને તુરત જાણ કરી હાર્ટ એટેકનો ભોગ બનેલા વિજયસિંહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા..

Trending

Exit mobile version