Business
વરસાદના કારણે ફુલ મુરજાયા : 70 ટકા ભાવવધારો
વરસાદના કારણે ફુલ મુરજાયા : 70 ટકા ભાવવધારો
50 ટકા માલ બગડવાની ફરિયાદ : વેપારીઓ મુંઝવણમાં મુકાયા : તહેવારોમાં ફુલ ચડાવવા થશે મોંઘા
દેવરાજ
પુજા હોય કે તહેવાર પ્રસંગ હોય કે અન્ય કોઈ ઉજવણી ફુલનો ઉપયોગ વધુ થાય છે. ખાસ કરીને ધાર્મીકોત્સવમાં ફૂલની સજાવટ અને ફૂલ ચડાવવાનું મહત્વ વધુ હોય છે. પરંતુ હવે ભગવાનને ફૂલ ચડાવવા પણ મોંઘા પડશે છેલ્લા 10 દિવસથી ફુલના ભાવના ધરખમ વધારો થયો છે. દેશમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને પરિણામે મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ફુલ ખુબ કુમલી પ્રજાતિ હોવાથી બગળવાનું પ્રમાણ વધુ હોય છે. ભારે વરસાદના કારણે ફુલનો માલ ધોવાય ગયો છે. તેના કારણે ફુલની આવક ઠપ્પ થયેલ છે. પુજા, નાસિક, બેંગ્લોર, અમદાવાદથી આવતા ફુલમાં 50 ટકા માલ બગડી જાય છે.ભારે વરસાદના કારણે ફૂલનો પાક ધોવાણ ગયો છે. નવો માલ આપવામાં સમય લાગશે.આગામી સમયમાં ગણેશ ચતુર્થી અને નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. જેમાં ફૂલોનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. હાલ ફૂલોના ભાવમાં 70 ટકા સુધીનો ભાવ વધારો થયો છે. તેમાં પણ ગુલાબ, ગલગોટા, ડચ ગુલાબના ભાવ આસમાને પહોચ્યા છે.વેપારીઓ પણ મુઝવણમાં મુકાયા છે. તેમજ ટ્રાસ્પોર્ટશનમાં માલ બગડતા ખરીદનાર પણ ઘટયા છે. આગામી દિવસોમાં તહેવાર શરૂ થવા જઈ રહ્યા છે. હજુ ભાવ વધવાની શકયતા છે.