Latest News
રાજીનામું આપનાર ઈટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન? પોલીસે કર્યો ખુલાસો
રાજીનામું આપનાર ઈટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન? પોલીસે કર્યો ખુલાસો
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા ફરી ચર્ચામાં છે, 2015માં ગોપાલ ઇટાલિયાએ પોલીસમાંથી રાજીનામું આપ્યું હતું, હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં નામ આવતા મુદ્દો ગરમાયો
કુવાડીયા
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા ફરી એકવાર ચર્ચામાં જોવા મળી રહ્યા છે. પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રમોશન લીસ્ટ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ટ્વીટ કરીને ગૃહ વિભાગની બેદરકારી વિશે ટ્વીટ કરી હતી. જેને લઈને નાયબ પોલીસ કમિશનર, કંટ્રોલ રૂમ, અમદાવાદ શહેર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. એક સમયે ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપી ચૂકેલા ગોપાલ ઈટાલિયાને ગુજરાત પોલીસે પ્રમોશન આપ્યું છે. આ સાથે જ તેમણે પ્રમોશનના લિસ્ટમાં પોતાના નામ સાથેની ટ્વીટ કરી હતી. ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, વર્ષ-2015માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-2024માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-726 પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું. આ ટ્વીટમાં હર્ષ સંઘવી પર ઇટાલિયાએ કટાક્ષ કર્યા હતા.વર્ષ-2015માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-2024માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-726 પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું.
સમાચાર તદ્દન ખોટા છે’, ગોપાલ ઇટાલિયાના પ્રમોશન વિવાદ પર પોલીસની સ્પષ્ટતા
ગોપાલ ઇટાલિયાના ટ્વીટને લઇ અમદાવાદ પોલીસે કરી સ્પષ્ટતા,
તાજેતરમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલનું પ્રમોશન લીસ્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. ગોપાલ ઈટાલિયાને હેડ કોન્સ્ટેબલના પદ પર બઢતી આપી હતી. જેને લઇ ગોપાલ ઇટાલિયાએ પણ ટ્વીટ કરી હતી. ત્યાર આ ઘટનાને લઇ અમદાવાદ પોલીસે સ્પષ્ટતા કરતું ટ્વીટ સોશિયલ મીડિયામાં કર્યુ હતું. આ ટ્વીટમાં અમદાવાદ પોલીસે જણાવ્યુ હતુ કે અમુક સોશયલ મીડીયામાં શ્રી ગોપાલ ઇટાલીયાએ સને ૨૦૧૫માં પોલીસની નોકરીમાંથી રાજીનામુ આપેલ હોવા છતાં તેઓને ૨૦૨૪માં હે.કો. તરીકે બઢતી આપેલ છે, તે મતલબના સમાચાર ચાલી રહેલ છે.જે તદ્નન ખોટા અને તથ્યહિન છે.