Bhavnagar

ભાવનગરમાં આવેલું એક એવું ‘ધામ’, જ્યાં વડીલો બાળકો બનીને માણે છે જિંદગીનો સાચો ‘ઉમંગ’

Published

on

ભાવનગરમાં આવેલું એક એવું ‘ધામ’, જ્યાં વડીલો બાળકો બનીને માણે છે જિંદગીનો સાચો ‘ઉમંગ’






ભાવનગર શહેરમાં 19 વર્ષથી ચાલતા ઉમંગધામમાં બધા જ વૃદ્ધ ભેગા થઈને બાળક બની પોતાના ઉમંગોને પૂર્ણ કરી રહ્યા છે. ઘરમાં એકલા એકલા નથી ગમતું આથી, વૃદ્ધ બહેનો ભાઈઓ ઉમંગધામમાં આવી મનમાં આવે તેવી મજા કરે છે. નવા લોકોને મળે છે અને સાથે ભોજન કરી સંતોષ, ખુશીની અનુભૂતિ કરે છે. જાણો સૌ વૃદ્ધ નું શું કહેવું છે ઉમંગધામ વિશે…

પવાર
મનુષ્યની એક એવી અવસ્થા કે જેમાં ઉમંગ તો હોય છે પરંતુ તેને માણવા માટેની વ્યવસ્થા હોતી નથી. શરીર જરૂર વૃદ્ધ થાય છે પરંતુ મનમાં ઉભરતા તરંગોને માણવા માટે સ્થળ કે માધ્યમ હોતું નથી. પરંતુ આજે આપણે ભાવનગરમાં છેલ્લા 19 વર્ષથી વૃદ્ધોને યુવાન બનીને ઉમંગ સાથે ઝુમવાના સ્થળની વાત કરીએ છીએ. ભાવનગરના ઉમંગધામમાં વૃદ્ધો આજે ત્યાં જઈને ફરી યુવાન બની આનંદ કરે છે. ભાવનગર શહેરમાં 19 વર્ષથી ચાલતા ઉમંગ ગામના સંચાલક ગુણવંતભાઈ બી રાઠોડે જણાવ્યું હતું કે, અમે મંગળવાર અને શનિવાર 10 થી 4 વાગ્યા સુધી અહીંયા મળિયે છીએ. જેમાં અમે ગીતો, ભજનો,ભક્તિ ગીતો, પ્રવાસ પછી જન્મદિવસની ઉજવણી વગેરે કાર્યક્રમ અહીંયા રોજ કરીએ છીએ. વડીલોને આનંદ થાય તેવા કાર્યક્રમ કરીયે છીએ. આ ઉમંગધામ 2006ની સાલથી શરૂ થયું છે અને તેની શરૂઆત PNR સોસાયટીથી શરૂ કરી છે, જેનું સંચાલન હું કરું છું. અહીંયા ખૂબ બધા માણસો ભેગા થાય છે. અમારા આ ઉમંગધામમાં 400 મેમ્બર છે અને એમાંથી 100 માણસ હોય છે, જેઓ એમાં ગીતો,ભજનો પછી સરસ મજાનો પ્રોગ્રામ નૃત્ય ગીતો વગેરે લોકોને આનંદ આવે તેવા કાર્યક્રમ કરીયે છીએ. ઉમંગધામ સાથે વર્ષોથી જોડાયેલ ગીતાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, “હું અહીંયા 12 વર્ષથી ઉમંગધામમાં આવું છું. એટલે જાણે કે આપણે આ ઉંમરે દવા કે એની જરૂર પડે, તેવું આ એક જાતનું ટોનીક છે. એટલે અમેં મંગળવાર અને શનિવાર એમ બે દિવસ અહીંયા રહીએ છીએ, અમે બંને જણ આવીએ છીએ અને બહુ મજા આવે છે. અમે ઘરની બધી જવાબદારીમાંથી હવે મુક્ત છીએ એટલે એમને ખૂબ સારું પડે છે. અહીંયાથી અમે જેમ ફ્રેશ થઈને જઈએ એવું સારું ક્યાંય લાગતું નથી. અમે અહીં ડાન્સ કરીયે,ગરબા રમીએ છીએ.કીતાબેન પંડ્યાએ જણાવ્યું કે, “હું અહીંયા સાતેક વર્ષથી આવું છું. આપણને ખબર છે મ્યુઝિક એક થેરાપી છે. એ થેરાપીને અનુલક્ષીને અમે ફિલ્મી ગીતો, ભજનો, નાટકો કરીયે છીએ. મારી વાત કરું તો હું દોઢ મહિનાથી આવી છું,મને ઘરે એકલા એકલા ગમતું નોહતું, ઘરે છોકરા છે એ એની રીતે રહે છે અમે ક્યાં જઈએ, જેને પણ આ ઉમંગધામની સ્થાપના કરી અમે એનો આભાર માનીએ.” ભુપેન્દ્રભાઈ મુનિએ જણાવ્યું હતું કે, “અહીંયા મારી સિવાય પણ દરેક સિનિયર સિટીઝનો બાળકોની જેમ અનુભૂતિ કરે છે અને યંગસ્ટરની જેમ અહીંયા બધા સમય વિતાવે છે જે ઘરે નથી મળતું. આવો સમય અમે બાળકોની સાથે વિતાવી શકતા નથી, એટલે અમારા માટે ટોનીક કહો તો ટોનીક અને અમારી માટે આ એક બહુ સરસ મજાનું વૃદ્ધાવસ્થા ભુલવાનું સ્થળ છે.”

Exit mobile version