Gujarat

ચાંદીપુરાને ઊગતો જ આથમી દેવા CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, જિલ્લા અધિકારીઓને આપ્યા આ આદેશ

Published

on

ચાંદીપુરાને ઊગતો જ આથમી દેવા CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, જિલ્લા અધિકારીઓને આપ્યા આ આદેશ

મુખ્યમંત્રીએ ભાવનગર સહિત જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથીયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈ પણ તાવના કિસ્સામાં તુર્તજ સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્વિત કરવા બેઠકમાં માર્ગદર્શન આપ્યું ; વીડિયો કોન્ફરન્સ કરી વિગતો મેળવી

કુવાડિયા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદી પૂરા વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા કરી હતી.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના મ્યુનિસિપલ કમિશ્નરો, જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીએ જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથીયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈ પણ તાવના કિસ્સામાં તુર્તજ સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્વિત કરવા બેઠકમાં   માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ રોગચાળા સામે રક્ષણ આપતા ઉપાયો આશા વર્કર બહેનો આંગણવાડી કાર્યકર બહેનો નર્સ બહેનો જેવા પાયાના કર્મીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરવા પણ સૂચન કર્યું હતું.

Exit mobile version