Bhavnagar
રંઘોળા ચોકડી પાસે થી જ્વલનશીલ પ્રવાહી ભરેલા બે ટેન્કર ઝડપાયા

રંઘોળા ચોકડી પાસે થી પેટ્રોલીયમ પેદાશ તથા જ્વલનશીલ પ્રવાહી ભરેલ શંકાસ્પદ ટેન્કર-૦૨ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.
તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે,રંઘોળા ચોકડી પાસે ધોળા રોડ ઉપર આવેલ વૃંદાવન હોટલે ઇન્ડીયન ઓઇલ લખેલ અશોક લેલન્ડ કંપનીનાં ટેન્કર-૨માં પેટ્રોલીયમ પેદાશ તથા જ્વલનશીલ જેવું પ્રવાહી ભરેલ હોવાની બાતમીનાં આઘારે સ્થળ તપાસ કરતા બુધો ઉ.વ.૨૯ ધંધો-વેપાર રહે રંઘોળા તા.ઉમરાળાની માલિકીનાં ટેન્કર નંબર-GJ-08-AU-4618 તથા GJ-01-BY-1883માં કોફી કલરનું તથા આછા પીળા કલરનુ પ્રવાહી ભરેલ પેટ્રોલીયમ પેદાશ તથા જ્વલનશીલ જેવું અલગ પ્રકારની દુર્ગંધવાળું પ્રવાહી ભરેલ મળી આવતા જવલનશીલ પેટ્રોલીયમ પેદાશ પ્રવાહી અને બે ટેન્કર મળી કુલ રૂપિયા ૨૪,૫૦,૦૦૦/ નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી