Connect with us

Bhavnagar

સિહોરના તરકપારડી ગામે મકાનમાંથી લાખ્ખોના માલ મત્તાની તસ્કરી ; બુટી ચેઇન સહીતના દાગીનાની ચોરી

Published

on

trafficking-of-goods-worth-lakhs-from-a-house-in-tarakpardi-village-of-sihore-theft-of-jewelery-including-booty-chain

Pvar

  • પરિવાર પાંચ દિવસ અમદાવાદના ગોધાવી ગામે લગ્ન પ્રસંગે ગયો હતો, કબાટની તિજોરીમાં રાખેલ સોનાના બે હાર , બુટી , ચેઇન સહીતના દાગીનાની ચોરી પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો

સિહોર તાલુકાના તરકપારડી ગામે રહેતો પરિવાર પાંચ દિવસ પુર્વે અમદાવાદના ગોધાવી ગામે લગ્ન પ્રસંગે ગયો હતો તે વેળાએ તસ્કરોએ બંધ રહેણાકી મકાનના તાળા તોડી ગેરકાયદે પ્રવેશ કરી કબાટની તિજોરીમાં રાખેલ સોનાના બે હાર , બુટી , ચેઇન સહીતના દાગીના અને રોકડ મળી કુલ ૪.૧૫ લાખના માલ મત્તાની ચોરી કરી નાસી છુટયા હતા . બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર ઘસી ગયો હતો બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના તરકપારડી ગામે રહેતા અને ખેતીકામ કરતા કુમારસિંહ ધીરૂભા ગોહિલે સિહોર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી

trafficking-of-goods-worth-lakhs-from-a-house-in-tarakpardi-village-of-sihore-theft-of-jewelery-including-booty-chain

ગત તા ૨૫/૧૧ના રોજ સવારે છ કલાકે તેઓ તેના પત્ની અને બાળકો સાથે અમદાવાદ જિલ્લાના અને સાણંદ તાલુકાના ગોધાવી ગામે રહેતા તેના સાળાના ઘરે લગ્ન પ્રસંગે ગયા હતા અને તા ૩૦/૧૧ના રોજ બપોરના ૨/૦૦ કલાકના પરત કર્યા હતા તે સમયગાળા દરમિયાનગત તા ૨૫/૧૧ થી ગઈકાલ દરમિયાન અજાણ્યા શખ્સોએ તેઓના રહેણાકી મકાનની દિવાલ કુદી ગેરકાયદે પ્રવેશ કરી દરવાજાનું તાળુ તોડી નાખી મકાનમાં રાખેલ કબાટની ચાવી મેળવી તેમા રહેલ તિજોરીમાં રાખેલ સોનાના બે હાર , ચેઈન , સોનાની બુટ્ટી જોડી , હિરાડીત દુલ્હન સેટ નંગ -૩ , ચાંદીનું શ્રીફળ , સિક્કા , ચાંદીની ગાયો , ચાંદીની સોપાલી , હાથ – પગની વિટીઓ , ચાંદીના ગણપતી , ચાંદીના બ્રેસલેટ , ચાંદીની માંછલી અને રોકડ મળી કુલ ૪.૧૫ લાખના માલમત્તાની ચોરી કરી નાસી છુટયા હતા .

trafficking-of-goods-worth-lakhs-from-a-house-in-tarakpardi-village-of-sihore-theft-of-jewelery-including-booty-chain

ચોરીના બનાવને લઈ તરકપારડી ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી . અને લોકો એકઠા થઈ ગયા હતા . જ્યારે બનાવની જાણ થતા સિહોર પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો . ઉક્ત ફરીયાદ અનુસંધાને સિહોર પોલીસે આઇપીસી . ૪૫૪. ૪૫૭ , ૩૮૦ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી

error: Content is protected !!