Politics
ભાજપના આ દિગ્ગ્જ નેતાઓ આજે એક સાથે સંબોધશે 12 જગ્યાઓ પર સભા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ભાજપ (BJP)ના દિગ્ગજ નેતાઓ આજે ચૂંટણી સભાઓ ગજવશે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ભાજપે ચૂંટણી પ્રચારમાં પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યાં છે, આજે અમિત શાહ સહિત કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની અને પરશોત્તમ ભાઈ રુપાલા પણ જાહેર સભાને સંબોધશે. જાણીએ ભાજપના કયા નેતાની કયા વિસ્તારમાં સભા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ:
બપોરે 2.15 વાગ્યે, ગૌશાળા મેદાન, વિસાવદરમાં.
બપોરે 3.30 વાગ્યે કેશોદ એરપોર્ટથી ભાજપ કાર્યાલય સુધી રોડ શો કરશે.
અમિત શાહનો કાર્યક્રમ:
સવારે 10 વાગ્યે આડીનાર ગામ (તાલુકો-નડિયાદ)માં જાહેરસભા.
11.30 વાગ્યે ઝાલોદમાં સભા કરશે.
બપોરે 1.30 વાગ્યે વાઘરામાં સભા કરશે.
બપોરે 3 વાગ્યે નાંદોદમાં રોડ શો કરશે.
સાંજે 7.30 વાગ્યે અમદાવાદના નરોડામાં સભા કરશે.
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીનો કાર્યક્રમ
બપોરે 3 વાગ્યે ડભોલી (કતારગામ)માં સભા કરશે.
સાંજે 5.30 વાગ્યે સરીગામ (વલસાડ)માં સભા કરશે.
સાંજે 7.30 વાગ્યે ખજુરડી (વલસાડ) માં સભા કરશે.
પરશોત્તમભાઈ રૂપાલાનો કાર્યક્રમ
તેઓ વાંસદા, ચિખલી આહવા, વરછા અને કતારગામમાં સભા કરશે. સીઆર પાટીલ બપોરે 1.40 વાગ્યે બનાસકાંઠાના દિયોદરમાં જાહેરસભા કરશે.