Connect with us

Bhavnagar

PMના નિવેદન પર શક્તિસિંહે કહ્યું ; મહારાજા સાહેબના નાટકો ન હોય તેમણે કરેલા કામોને કરીને બતાવો

Published

on

shaktisingh-said-on-pms-statement-show-the-works-done-by-maharaja-sahib-not-plays

કુવાડિયા

જિલ્લાભરમાં પણ ચુંટણી પ્રચાર વેગવંતો બન્યો, મહારાજા સાહેબેને ભૂલીને ગાંઠિયા ગાંઠિયા કરતા હતા, મોંઘવારીમાં જીવનનિર્વાહ મુશ્કેલ : 500વાળા રાંધણ ગેસના 1100, સિલીન્ડર ઉંચકીને લોકઆક્રોશ દર્શાવ્યો : ભાજપને ફેંકી, કોંગ્રેસને જીતાડવા મતદારોનું વચન – શક્તિસિંહ

ભાવનગરમાં બુધવારે પીએમ મોદીએ જાહેરસભાને સંબોધી હતી. આ સમયે ભાવનગરના મહારાજી કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, તે જ્યારે શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે એક નાટકમાં કૃષ્ણકુમારસિંહજીનું પાત્ર ભજવ્યું હતું. પીએમ મોદીના આ નિવેદન પર રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું હતું કે, મહારાજના નાટક ન હોય તેમણે કરેલા કામ કરીને બતાવો. ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણીમાં રાજ્યભરમાં જ્યારે રાજકીય પક્ષો દ્વારા ચુંટણી પ્રચારનો જોરશોરથી કરી રહ્યાં છે, ત્યારે ભાવનગર શહેર-જિલ્લામાં પણ ચુંટણી પ્રચાર વેગવંતો બન્યો છે, જેમાં આજે જેસર, વલ્લભીપુર, બોટાદ, ગઢડા, ભાવનગર સહિત વિધાનસભાના વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું,

shaktisingh-said-on-pms-statement-show-the-works-done-by-maharaja-sahib-not-plays

આ જાહેરસભામાં શક્તિસિંહ ગોહિલના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આ દેશના વડાપ્રધાનને ભાવનગર ત્રણ-ત્રણ વખત આવી ને સભા કરવી પડે હવે પ્રજા પણ સમજી ગઈ છે, અને વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન પહેલા આવ્યા ત્યારે મહારાજા સાહેબેને ભૂલી ગાંઠિયા ગાંઠિયા કરી ને ચાલ્યા ગયા હતા અને પછી બધાએ કહીયું અહીંયા મુશ્કેલી પડી ગઈ છે એટલે ફરી વાર પાછા આવું પડ્યું…! અને કહ્યું કે મહારાજા સાહેબનું નાટકમાં પાત્ર ભજવ્યું હતું..! મહારાજા સાહેબના નાટકો ન હોય મહારાજા સાહેબે કરેલા કામો કરીને બતાવો..

shaktisingh-said-on-pms-statement-show-the-works-done-by-maharaja-sahib-not-plays

શક્તિસિંહ વધુમાં કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારોનો વિજયરથ સડસડાટ આગળ ધપી રહ્યો છે પેટ્રોલ-ડિઝલ સહિતની ચીજોમાં બેફામ ભાવવધારાનો વિરોધ દર્શાવવા રાંધણ ગેસ સીલીન્ડર ઉંચકીને લોકોની પીડા દર્શાવી હતી. કોંગ્રેસના રાજમાં રૂા.૫૦૦માં મળતા રાંધણગેસ સીલીન્ડરના ભાજપ સરકારે ૧૧૦૦ કર્યા છે. આકરી મોંઘવારીમાં જીવનનિર્વાહ ચલાવવાનું મુશ્કેલ કરી નાખ્યું છે. ત્યારે હવે ચૂંટણીમાં લોકો ભાજપને સત્તા પરથી ફેંકી દેશે તેવો વિશ્ર્વાસ દર્શાવ્યો હતો પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવવધારાને નામ બેફામ લુંટ કરવામાં આવે છે. યુવાનોમાં હતાશા અને આક્રોશ છે. આઉટસોર્સિંગ, ફિક્ષ પે ના નામે યુવાનોનું આર્થિક શોષણ કરવામાં આવે છે. ખેડૂતો ની જાવક બમણી અને આવક અડધી છે. કોરોનામાં ગેરવહીવટ, ગુન્હાહિત બેદરકારીના ભોગ સામાન્ય જનતા બની અને કોરોનામાં દંડ અને દંડા થી પ્રજાને પરેશાન કરાયા. તેમજ શિક્ષણ નું મોટા પાયે વેપારીકરણ કરાયું છે અને નળ, ગટર, રસ્તા સહિતની પાયાની સુવિધા આપવામાં ભાજપા સતાધીશો નાકામ રહ્યા છે. ત્યારે પ્રજા વિરોધી સરકારને ફેકી કોગ્રેસ તરફી મતદાન કરી કોંગ્રેસ સરકાર બનાવવા અપીલ કરી હતી.

Advertisement
error: Content is protected !!