Connect with us

Palitana

પાલિતાણા તા.પં.નો ઉપપ્રમુખ ચેતન ડાભી સહિત 3 જેલ હવાલે – ગઈકાલે દારૂની 251 બોટલ સાથે ઝડપાયા હતા

Published

on

Palitana PT Vice President Chetan Dabhi including 3 Jail Wards - Caught with 251 Bottles of Liquor yesterday

પવાર

ચૂંટણીમાં દારૂની રેલમછેલ કરવા ઉપપ્રમુખ અને ભાજપનો નેતા ચેતન દીવથી દારૂ લઈને આવી રહ્યો હતો : એમએલએની નેમપ્લેટ મારેલી ઈનોવા કારમાં ડેકી અને ચોરખાનામાં દારૂનો જથ્થો છુપાવ્યો, લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સને ઉના પોલીસે દબોચી લીધા, આઈફોન અને બે વીવો કંપનીના મોબાઇલ કબજે લેવાયા

પાલિતાણા તાલુકા પંચાયતના ભાજપી ઉપપ્રમુખ સહિત ત્રણ શખ્સ વિધાનસભા ચૂંટણીમાં દારૂની રેલમછેલ કરવા માટે દીવથી દારૂની ખેપ લઈને આવી રહ્યા હતા. ત્યારે ઉના પોલીસે માંડવી ચેકપોસ્ટ પાસેથી ત્રણેયને ઝડપી લીધા હતા. તાલુકા પંચાયતના ઉપપ્રમુખે દારૂની હેરાફેરી માટે ઈનોવા ક્રિષ્ટા કારમાં એમએલએનું બોર્ડ મારી રાખ્યું હતું.બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પાલિતાણાના ડુંગરપુર ગામે રહેતો અને તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ ચેતન ભીમજીભાઈ ડાભી, હાર્દિક કિશોરભાઈ પરમાર (રહે, અનિડા તાલાલા) અને મહેબુબ પીરભાઈ (રહે, પાલિતાણા) નામના ત્રણ શખ્સ ગઈકાલે મંગળવારે દીવથી ઉના તરફ આવી રહ્યા હતા.

આ સમયે વિધાનસભાની ચૂંટણીને લઈ વાહન ચેકીંગ માટે માંડવી ચેકપોસ્ટ પર હાજર ઉના પોલીસના સ્ટાફે નંબર પ્લેટ વિનાની એક સફેદ કલરની ઈનોવા ક્રિષ્ટા કાર કે જેમાં એમએલએનું બોર્ડ માર્યું હતું. તેને રોકી તલાશી લેતા ઈનોવા કારની ડેકી તેમજ કારમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની દારૂની બોટલ નં.૨૫૧ (કિ.રૂ.૮૨,૪૬૦) મળી આવતા પોલીસે કાર, દારૂ અને એક આઈફોન અને બે વીવો કંપનીના મોબાઇલ મળી કુલ રૂા.૯,૦૫,૪૬૦ના મુદ્દામાલ સાથે ત્રણેય શખ્સની ધરપકડ કરી પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે કે, દારૂ સાથે ઝડપાયેલો શખ્સ ચેતન ડાભી ભાજપનો નેતા છે. ચેતન ડાભી ડુંગરપુર ગામનો માજી સરપંચ અને હાલ તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ તેમજ તેના પિતા હાલ ડુંગરપુર ગામના સરપંચ હોવાનું જાણવા મળ્યું છે. તા.પં.ના ઉપપ્રમુખ પાલિતાણાના ધારાસભ્ય સાથે નજીકના ધરોબા હોવાથી પોતે ઉપપ્રમુખ હોવા છતાં પણ એમએલએના અભરખા એટલી હદે છે કે, રૌફ જમાવવા માટે પોતાની બે કારમાં એમએલએના બોર્ડ લગાવી ફરતો હોવાનું લોકોમાં ચર્ચાતું સાંભળવા મળ્યું હતું

Advertisement
error: Content is protected !!