Connect with us

Bhavnagar

ગુરુવારના નરેન્‍દ્રમોદીને ભાવનગરમાં આવકારવા રોશનીનો ઝગમગાટ કરાયો

Published

on

on-thursday-lights-were-lit-to-welcome-narendra-modi-in-bhavnagar

આજે જગતજનની માં અંબાની આરાધનાનું પર્વ નવરાત્રીનું બીજું નોરતું છે. નવરાત્રીના ‘નોરતા’ સાથે વડાપ્રધાનશ્રીને તા. ૨૯ને ગુરૂવારે આવકારવાનાં ‘ઓરતા’ સાકાર કરતાં ભાવનગર શહેરે નવાં કલેવર ધારણ કરી એક નવોઢાની જેમ નવાં શણગાર સજીને ભાવેણું વડાપ્રધાનશ્રીને ભાવસભર રીતે આવકારવાં માટે સજ્જ બન્‍યું છે. વડાપ્રધાનશ્રી ઘણાં સમય બાદ ભાવેણાંની ધરતી પર આવી રહ્યાં છે. આ ઉપરાંત આજથી દેશની ‘ઓલમ્‍પિક સમાન’ નેશનલ ગેમ્‍સની શરૂઆત આજથી થઇ છે. આજે ‘નેટબોલ’ની ગેમથી તેની શરૂઆત થઇ ચૂકી છે. તેવાં અવસરે ભાવેણાંની રમત માટેની ખેલદીલી, દરિયાદીલી સાથે સ્‍નેહની સરવાણી પણ જનસૈલાબ દ્વારા જોવાં મળવાની છે. ભાવનગર જયારે એક ઐતિહાસિક અવસરનું સાક્ષી બનવાં જઇ રહ્યું છે ત્‍યારે શહેરે જાણે નવાં વાઘા ધારણ કર્યાં છે. નવાં રૂપરંગ સાથે ભાવનગર ઝગમગતું થયું છે. ભાવનગરની વિવિધ ઇમારતો રાત્રીના સમયે ઝળહળાં થઇ રહી છે. લોકો પણ આ મનામોહક નજારો જોવાં બે ઘડી ઉભા રહીને જાણે તેમના દિવસનો થાક ઉતારી આ રોશનીમાં પોતાના મનની શાંતિનો અહેસાસ કરી રહ્યાં છે.

on-thursday-lights-were-lit-to-welcome-narendra-modi-in-bhavnagar

કવિ નર્મદે લખેલું છે કે, ‘દીપે અરૂણું પ્રભાત… જય જય ગરવી ગુજરાત….’ની પંક્‍તિઓને સાર્થક કરતાં ભાવનગરની આવતી ત્રણ સવાર પ્રકાશિત કરતી પ્રભાત લઇને આરંભાવાનું છે. ભાવેણાના ઇતિહાસમાં આ ક્ષણો અમર બની રહેવાની છે ત્‍યારે તંત્ર દ્વારા પણ તેમાં કોઇ કસર ન રહે અને ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પૂત્રનું નવરાત્રીના નોરતાં સાથે સ્‍વાગતના પૂરાં ઓરતાં પૂરાં થાય તે રીતે ભવ્‍ય આવકાર આપવાં માટે ભાવેણું સજ્જ બન્‍યું છે.વડાપ્રધાનશ્રી તેમની આ મુલાકાતમાં જે લોકાર્પણો અને ખાતમુહૂર્તો કરવાના છે તેનાથી ભાવનગરની ધરાં પર આગામી દિવસોમાં આર્થિક ઉજાસનો જે પ્રકાશ રેલાવાનો છે તેનાથી ગુજરાત સાથે સમગ્ર દેશમાં ભાવનગરની બોલબાલા વધવાની છે. આજથી આપણી સંસ્‍કૃતિ અને પરંપરાના વાહક એવી નોરતાંની આજથી શરૂઆત થઇ ચૂકી છે. માં અંબાની આરાધના અને શક્‍તિનું પ્રતિક એવી નવરાત્રી ભાવનગર શહેરને નવરંગી બનાવી રહી છે. તે સાથે વિકાસના ઉત્‍સવનો એક નવો અધ્‍યાય આ ભૂમિ પરથી લખાવાનો છે ત્‍યારે સમગ્ર શહેર સાથે ભાવનગર જિલ્લો વડાપ્રધાનશ્રીને ‘હૈયાના હરખ’થી આવકારવાં સજ્જ બન્‍યો છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!