Connect with us

Sihor

શરદ પૂનમના દિવસે સિહોરવાસીઓ એ ખાધું લખો રૂપિયાનું ઊંધિયું

Published

on

on-the-day-of-sharad-poonam-the-people-of-sihor-ate-it-and-wrote-the-reverse-of-the-rupee

સિહોર શહેર અને તાલુકાભરમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શરદપૂર્ણિમાના પર્વની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર રંગદર્શી માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સ્થાનિક શેરીઓ,મહોલ્લા, સોસાયટીઓના પાર્ટી પ્લોટમાં તેમજ કોમ્યુનિટી હોલમાં ડી.જે.ના સંગાથે રાસ-ગરબાની રમઝટ બોલાવાઈ હતી.

on-the-day-of-sharad-poonam-the-people-of-sihor-ate-it-and-wrote-the-reverse-of-the-rupee

આ સાથે શરદ પૂર્ણિમાની સિહોરવાસીઓએ સ્વાદસભર ઉજવણી કરી એક જ દિવસમાં હજારો કિલો ઉંધિયુ-દહીંવડા ઝાપટી ગયા હતા. સાથો સાથ ગુલાબજાંબુની લહેજત અને દૂધપૌઆનો પણ આનંદ માણ્યો હતો. દેવીની ઉપાસનાના નવલા પર્વ નવરાત્રિ દરમિયાન શેરી ગરબામાં મન ભરીને રમ્યાનો ખેલૈયાઓનો થનગનાટ અને થાક હજી તો માંડ ઉતર્યો છે

on-the-day-of-sharad-poonam-the-people-of-sihor-ate-it-and-wrote-the-reverse-of-the-rupee

ત્યાં શરદ પૂર્ણિમા આવી પહોંચતા ફરી વખત રવિવારે રાત્રે યૌવન હિલોળે ચઢ્યું હતુ. આજના શરદ પૂર્ણિમાના અવસરે ઉંધિયુ, દહીંવડા તેમજ દૂધપૌઆ ખાવાનું અધિક મહાત્મ્ય હોય, સ્થાનિક મીઠાઈ તેમજ ફરસાણના વિક્રેતાઓ, કેટરર્સ, કારીગરો દ્વારા શહેરભરમાં મોટાભાગના શેરી, મહોલ્લા, સાર્વજનિક સ્થળોએ વહેલી સવારથી ઉંધીયુ, દહિંવડા,ગુલાબજાંબુ સહિતની ખાદ્ય સામગ્રી માટે સવારથી જ જાણે પડાપડી બોલી હોય તેમ કેટલીક સ્ટોલ પર તો સવારથી મોડી સાંજ સુધી ગ્રાહકોની કતારો જોવા મળી હતી.

error: Content is protected !!