Connect with us

Sihor

સિહોર ખાતે જીગ્નેશ મેવાણીનું ભવ્ય સ્વાગત સન્માન – માવજી સરવૈયાના ઘરે જીગ્નેશે રાત્રીનું વાળુ કર્યું

Published

on

Jignesh Mevani's grand reception at Sihore - Jignesh spends the night at Mawji Saravaiya's house

પવાર

દલિત સમાજના લડાયક નેતા જીગ્નેશ ગત ૨૯ના રોજ બે દિવસ જિલ્લાના પ્રવાસે હતા, પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમો હાજરી આપી હતી, સિહોરની મુલાકાત વેળાએ જીગ્નેશનું ભવ્ય સ્વાગત સન્માન કરાયું હતું, જીગ્નેશે માવજી સરવૈયાના ઘરે કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણી વાળુ કર્યું

Jignesh Mevani's grand reception at Sihore - Jignesh spends the night at Mawji Saravaiya's house

દલિત સમાજના લડાયક નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગત ૨૯ના રોજ ભાવનગર જિલ્લાના પ્રવાસે હતા, જિલ્લાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી સિહોર ખાતે પણ જીગ્નેશે હાજરી આપી હતી, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર અને વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીનું ગત ૨૯ના રોજ સિહોર ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

Jignesh Mevani's grand reception at Sihore - Jignesh spends the night at Mawji Saravaiya's house

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના કન્વીનર જિગ્નેશભાઈ મેવાણી સહ કન્વીનર માવજીભાઇ સરવૈયા હર્ષદભાઈ બામભણીયા ડી પી રાઠોડ સહિતના આગેવાનો સાથે રહી ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી એ ડો ભીમરાવ આંબેડકર સાહેબને ફુલહાર કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી સ્વાગત પ્રવચન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચને સહ કન્વીનર માવજીભાઇ સરવૈયા એ કરેલ દલિત સમાજ ના આગેવાનો એ ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી નુ શાલ ઓઢોડી સન્માન કરેલ વિશાલ સંખ્યા મા લોકો હાજર રહ્યા હતા કાર્યક્રમ નુ સંચાલન હર્ષદભાઈ એ કરેલ આભાર વિધિ ડી પી રાઠોડે કરેલ અને હાજર તમામ લોકો એ સાથે ભોજન પણ લીધું હતું..

Advertisement
error: Content is protected !!