Connect with us

Sports

એડિલેડમાં હાર્દિકની વિસ્ફોટક શૈલી દેખાઈ, 5 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી ફટકારી અડધી સદી

Published

on

hardik-pandya-hit-explosive-fifty-against-england-at-adelaide

એડિલેડમાં રમાઈ રહેલી બીજી સેમી-ફાઈલ મેચમાં હાર્દિક પંડ્યાએ વિસ્ફોટક ઈનિંગ રમી, ખરાબ શરૂઆત બાદ પણ ટીમ ઈન્ડિયાને મેચમાં વાપસી અપાવી અને ઈંગ્લેન્ડ સામે લડાયક સ્કોર ઉભો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેણે 29 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. જોકે, તે કમનસીબે છેલ્લા બોલ પર રનઆઉટ થયો હતો અને ટીમ ઈન્ડિયા 4 રને હારી ગઈ હતી.

હાર્દિકે 63 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી

ઇંગ્લેન્ડ સામેની મેચમાં હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 63 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ તેની આ વર્લ્ડ કપની પ્રથમ અડધી સદી પણ છે. આ પહેલા તેણે પાકિસ્તાન સામેની રોમાંચક મેચમાં 37 બોલમાં 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

મેચની વાત કરીએ તો ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી અને કેએલ રાહુલના રૂપમાં ટીમ ઈન્ડિયાને જલ્દી જ પહેલો ઝટકો લાગ્યો હતો. તે માત્ર 5 રન બનાવીને ક્રિસ વોક્સના હાથે આઉટ થયો હતો. પરંતુ હાર્દિક અને કોહલીએ ત્રીજી વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી હતી.

ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીના 50 અને હાર્દિક પંડ્યાના 63 રનના આધારે નિર્ધારિત ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. આજની મેચમાં સૂર્યકુમાર યાદવ પાસેથી ઘણી આશાઓ હતી પરંતુ તેનું બેટ ચાલ્યું ન હતું. તેણે માત્ર 14 રન બનાવ્યા હતા.

Advertisement
error: Content is protected !!