Bhavnagar
ભાવનગરમાં રોલિંગ મિલની ટ્રાયલ દરમિયાન મશીનનું ફ્રાયવિલ ચક્કર તૂટતા 10 ફૂટ ઊંડા ખાડા પડ્યા

ભાવનગર શહેરના માઢીયાથી સવાઇનગર તરફ જવાના રોડ પર આવેલા રોલિંગ મિલની ટ્રાયલ દરમિયાન મશીનનું ફ્રાયવિલ ચક્કર તૂટતા લોખંડના કટકા દૂર દૂર જઈ પડ્યા હતા. જેના અવાજ એટલો પ્રચંડ હતો કે, ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. સવાઇનગર પાસે આવેલી રચના સ્ટીલ ઇન્ડસ્ટ્રીયલમાં ઘટના બની છે. મશીનમાં રહેલ ફ્રાયવિલ ચક્કર દૂર વાડીમાં પડતા 10 ફૂટ ઊંડો ખાડો પડ્યો છે. આ બનાવમાં પ્રચડ અવાજ બાદ લોખંડનાં કટકા દૂર દૂર સુધી વિખેરાયા હતા. આ બનાવ બનતા આજુબાજુના ગ્રામજનો એકઠા થયા હતા, અને હાલ ગ્રામજનો ફેકટરી સામે વિરોધ નોંધાવી રહ્યા છે.
ભાવનગર નજીકના માઢિયા થી સવાઇનગર પાસે આવેલ રચના સ્ટીલ ઇન્ડસ્ટ્રીયલમાં ટ્રાયલ દરમિયાન ધડાકા સાથે મશીનનું ફ્રીવ્હીલ ચક્કર છટકી જતા રોલીંગ મિલમાં કામ કરી રહેલા મહમદ અક્રમભાઈ શેખ ઉંમર વર્ષ ૩૩ મૂળ ગોધરા હાલ માઢિયાનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું જ્યારે ધડાકા સાથે લોખંડના ટુકડાઓ દૂર દૂર સુધી ઉડ્યા હતા અને માઢિયા ગામ નજીક ઊંડા ખાડા પડી ગયા હતા આ ઘટનાને લઇ ને ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. જો, આ લોખંડના કટકા ગામમાં કોઈના ઘર માથે પડ્યા હોત તો મોટી દુર્ઘટના ઘટે તેવા આક્ષેપો કર્યા હતા. તંત્રને આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નહીં અને મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, હાલ આ ઘટનાના પગલે પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે.