Connect with us

Sihor

હાથમાં મહેંદી લગાવીને દુલ્હન મતદાન કરવા પહોંચી : સિહોરના ખાંભા ગામના પાયલબા સરવૈયાએ પોતાની નૈતિક ફરજ બજાવી

Published

on

brides-with-henna-on-their-hands-arrive-to-vote-payalba-sarvaiya-of-khambha-village-in-sihore-does-her-moral-duty

બરફવાળા

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, આજે સવારથી જ મતદારો ઘરની બહાર નીકળીને ઉત્સાહપૂર્ણ રીતે મતદાન કરી રહ્યા હતા. જેમાં આજે મહિલાઓ, વડીલો અને યુવાનો મતદાન કરવા લાઈન લગાવી ઉભા મતદાન કરવા હતા. ત્યારે વિવિધ સ્થળોએ વરરાજા અને નવવધુએ પણ મતદાનની પવિત્ર ફરજ નિભાવી લોકશાહીને ધબકતી રાખવા પ્રેરણા પૂરી પાડી હતી. આજે લોકશાહીના પર્વ સમાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારો વધુને વધુ મતદાન કરે તેવા પ્રયત્નો ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા તો વળી નીરસ મતદારોને મતદાન મથક સુધી ખેંચી લાવવા માટે રાજકીય પક્ષો પણ મથામણ કરતા હોય છે ત્યારે આજે સિહોરના ખાંભા ગામે લગ્ન થયેલ દીકરીને લગ્ન બાદ પાયલબાએ પોતાની નૈતિક ફરજ બજાવી મતદાન કરીને વિદાય આપવામાં આવી હતી.

brides-with-henna-on-their-hands-arrive-to-vote-payalba-sarvaiya-of-khambha-village-in-sihore-does-her-moral-duty

ખાંભા ગામના પાયલબા વજુભા સરવૈયાના લગ્ન આજ રોજ હોવાથી સવાર આવેલી વેલ સાંજના સમયે પ્રસ્થાન થઈ હતી. વિદાય સમયે દીકરી પાયલબા ને થયું કે હું આજે પારકી થાપણ થઈશ ત્યારે છેલ્લે છેલ્લે વિદાય વખતે મતદાન કરી મત આપી પિયરને વિદાય આપી હતી. વિધાનસભાની ચૂંટણી પાંચ વર્ષે આવે છે. તેથી અનેક લોકો ચૂંટણીનું મહત્વ ભલિભાંતિ જાણે છે. તેથી જ આજના દિવસે અનેક લોકો કામધંધો છોડીને પહેલા મતદાન કરવા જાય છે.તો આજે અનેક પરિવારોમાં લગ્નો પણ લેવાયા છે. ત્યારે લગ્ન ઘરના લોકો પણ મતનું મહત્વ સમજીને વોટ આપવા જઈ રહ્યાં છે. ત્યારે સિહોરના ખાંભા ગામના પાયલબા સરવૈયાએ પોતાની નૈતિક ફરજ બજાવી છે પાયલબાએ મતદાન કરતા ખુશી વ્યક્ત કરી હતી. અન્ય લોકો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે, આજનો દિવસ લોકશાહી જીવંત રાખવા માટે કેટલો ખાસ છે. તેણે કહ્યું કે, મતદાનની ખુશી શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

error: Content is protected !!