Connect with us

Bhavnagar

ભાઈ ગીત પર ઝૂમી ઉઠ્યા – નાદુરસ્ત તબિયત છતાં ભજન મંડળીમાં જમાવટ ; કાર્યકરો ગેલમાં

Published

on

Bhai swooned over the song - deployment in the bhajan mandali despite ill health; Activists in jail

બરફવાળા

ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ સોલંકીની તબિયત છેલ્લા ઘણાં સમયથી સ્વસ્થ નથી રહેતી. તેમ છતાં પણ તેઓ રોજે રોજ પ્રચાર માટે ગ્રાઉન્ડ પર ઉતરે છે. અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવા માટે સમય કાઢે છે. ચારેક દિવસ અગાઉ પણ પરસોત્તમ સોલંકી ગ્રામ્ય વિસ્તારના ગામોમાં પ્રચાર કરવા ગયા હતા. પ્રચાર સમયે ખડસલીયા ગામમાં સત્સંગ ચાલી રહ્યો છે. ઢોલક અને ખંજરી તથા મંજીરાની ધ્વનિ ગુંજી રહી હોવાને કારણે છેલ્લાં ઘણાં સમસથી નાદુરસ્ત નેતા પરસોત્તમ સોલંકી એકાએક તાનમાં આવી ગયા હતા.

Bhai swooned over the song - deployment in the bhajan mandali despite ill health; Activists in jail

પરસોત્તમ સોલંકીનું આ અલગ જ રૂપ જોઈ સ્થાનિક લોકો પણ અચરજ પામી ગયા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે. કોળી સમાજમાંથી આવતા પરસોત્તમભાઈ સોલંકીનો તેમના મત વિસ્તારમાં ખૂબ દબદબો છે. રાજકીય પંડિતોના મતે, 2012માં 34 બેઠકો પર તેમનો સિક્કો ચાલ્યો હતો તેવું માનવામાં આવે છે. પરસોત્તમભાઈ સોલંકીના નાના ભાઈ હીરા સોલંકી પણ રાજકારણમાં જ છે. ભાવનગરના મૂળ ઘોઘાના રહેવાસી પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી એટલે “ભાઈ”ની ઓળખ ધરાવે છે. 1995માં તેઓ ભાવનગર પરત ફર્યા હતા. અને પાંચ ટર્મથી તેમણે ધારાસભ્ય પદે પોતાની બેઠક પર કબ્જો જમાવી રાખ્યો છે.

error: Content is protected !!