દેવરાજ બુધેલીયા
આ લખાઈ છે ત્યારે રાત્રે ૮..૪૫ કલાકે મળતા પ્રાથમિક અહેવાલો મુજબ સિહોરની દવે શેરી વિસ્તારમાં રહેતા પંકજ ચૌહાણને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર ન મળતા મોત થયું છે સિહોર સરકારી હોસ્પિટલ ખાતેથી રાત્રે ૮.૪૫ કલાકે અમારા સહયોગી દેવરાજ બુધેલીયાની વિગતો મુજબ સિહોરની દવે શેરી વિસ્તારમાં પંકજ ચૌહાણ નામના યુવાન પડી જવાથી જેમને પ્રાથમિક સારવાર માટે સિહોરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટર હાજર ન હોવાથી પંકજે હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લેતા પંકજનું મોત થયું છે પંકજના નાના ભાઈ રવિનું કહેવું છે કે મારા ભાઈ પંકજને સમયસર સારવાર ન મળતા મારો ભાઈ મોતને ભેટ્યો છે અમારા સહયોગી દેવરાજ બુધેલીયાનું કહેવું છે કે પંકજ પડી જતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ એમના ભાઈ રવિ નું કહેવું છે ડોક્ટર હાજર ન હોવાથી પંકજનું મોત થયું છે ત્યારે આ મામલે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે