સુભાષ પેઈન્ટર દ્વારા વર્ષોથી પોતાના હાથે માતાજીની મૂર્તિઓ ઘડે છે, જિલ્લાભરમાં કઈ પણ આવા મૂર્તિ દર્શન જોવા મળતા નથી, અહીં પરંપરા છે

દેવરાજ બુધેલીયા
સિહોર મોટાચોક નવરાત્રી ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત મુજબ દસ દિવસની અલગ અલગ નવરાત્રીના માતાજીની નવી મૂર્તિઓ બનાવવામાં આવે છે. આ મૂર્તિ ભૂખરા પથ્થરની માટીમાંથી સુભાષભાઈ પેન્ટર ના હાથે બનાવામા આવે છે. આવી મૂર્તિ ભાવનગર જિલ્લામાં ક્યાંય પણ બનતી નથી. સુભાષભાઈ પેન્ટર પોતાના હાથે માતાજીની મુતીં ઘડીને બનાવે છે. માતાજી કૃપા હોય એવી રીતે પોતાની અદ્ભુત કળાથી તેઓ આબેહૂબ માતાજીની મૂર્તિઓ બનાવે જાણે સાક્ષાત જ માતાજી આવીને બેઠા હોય તેવી પ્રતીતિ થાય છે.આ કળા ની આ માતાજીની મૂર્તિ બનાવવા અલગ-અલગ પ્રકારના વેશભૂષા અલગ-અલગ પ્રકારના ઘરેણા વગેરે વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે અને મોટા ચોક નવરાત્રી ઉત્સવ સમિતિ દ્વારા રોજ રાત્રીના 10:00 કલાકે માતાજીના મૂર્તિના દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે. ભાવિક ભક્તોની દર્શન માટે ભારે ભીડ જામે છે. ગઈ કાલે મછરાળી મોગલની અદભુત નયનરમ્ય મૂર્તિ ઘડવામાં આવી હતી અને દર્શન માટે મુકવામા આવી હતી. મા મોગલની મૂર્તિના દર્શન કરવા માઇભક્તો નું ઘોડાપુર ઉમટી પડે છે