નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી જય રણછોડ માખણ ચોરના ગુંજરાવ સાથે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી

યાસીન ગુંદીગરા – બ્રિજેશ ગૌસ્વામી
સમગ્ર સિહોર અને પંથકમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે રાત્રીના ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા થયા હતા. જન્માષ્ટમી પ્રસંગે શોભાયાત્રા, મટકીફોડ, સહિતના કાર્યક્રમો યોજાયા હતા.અને કૃષ્ણ જન્મોત્સવમાં રંગાયુ હતુ. ભગવાન શ્રીકૃષ્ણની આરતીમાં મંદિરોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો વડવાળા ગ્રુપ આયોજિત જન્મોત્સવ અને ભવ્ય મટકીફોડના કાર્યક્રમ યોજાયા હતા સાથે હવેલીઓ અને મંદિરોમાં નૃત્ય રાસ, પ્રવચન, મહાભિષેક, છપ્પન ભોગ, મહા આરતી સહિતના કાર્યક્રમો દ્વારા અભુતપૂર્વ રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીની ઉજવણી માટે ઘરે ઘરે અનેરો આનંદ, ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીના ગગનભેદી નારા સાથે કૃષ્ણ જન્મોત્સવ ધામ ધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. રાત્રે 12 કલાકે મંદિરો, હવેલીમાં શ્રદ્ધાભેર કૃષ્ણ જન્મની ઉજવણી હતી અને વાતાવરણ નંદ ઘરે આનંદ ભયો જય કનૈયાલાલકીના નાદથી સમગ્ર માહોલ કૃષ્ણમય બની ગયો હતો હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલકીના નાદ સિહોરના અવકાશમાં ગુંજી ઉઠ્યું હતું અને રાત્રે સિહોરની મુખ્ય બજારોમાં મટકીના મહારથીઓ કૃષ્ણ અને ગોપાલકો બનીને ઊંચે બાંધેલી મટકીઓ ફોડીને કૃષ્ણ જન્મને વધાવીને સિહોરીજનો આસ્થાભેર જન્માષ્ટમી ની ઉજવણી કરી હતી