બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરના પ્રથમ નાગરિક અને નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીએ પોતાના લગ્ન દિવસની ઉજવણીમાં પોતાના મૃત્યુ પછી પોતે દેહદાન કરશે તેવા શુભ સંકલ્પ લીધા છે માણસ ગમે તેટલો ઉચ્ચ હોદ્દાઓ સાથે સત્તા મેળવી લે પરંતુ એમના માં રહેલું ઝમીર અને પરિવારના લોહીમાં મળેલા સંસ્કારોથી માણસ ઓળખાતો હોઈ છે કારણ કે તેનો અંદર રહેલો માણસ જીવતો હોઈ છે તેનું ઝમીર અને ખમીર જીવતું હોઈ છે તેની આસપાસ રહેલો માયલો જીવતો હોઈ છે જીવતાજીવ લોકસેવાના સંકલ્પો સાથે એક મહિલા તરીકે આગળ ધપતા દીપ્તિબેન ત્રિવેદી હવે પોતાનામાં રહેલો દેહ છૂટ્યા પછી પણ પોતાના શરીરના અન્ય અંગોનું દાન કરશે જેના સંકલ્પ પણ તેમણે આજે પોતાના લગ્ન દિવસે જ લીધા છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતી તારીખ ૧૭ સપ્ટેમ્બરે જન્મ દિવસ છે જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા લોકોને ચક્ષુદાન અને અંગદાન કરવામાં માટેનો એક અનોખો કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં સિહોર નગરપાલિકાના ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજેલા મહિલા પ્રમુખ અને નગરના પ્રથમ નાગરિક દીપ્તિબેન ત્રિવેદીનો પોતાનો લગ્ન દિવસ પણ આજે છે અને પોતે મૃત્યુ પછી શરીરનું અંગદાન કરશેના સંકલ્પ પણ આજે લીધા છે ત્યારે મહિલા પ્રમુખના આ માનવતા ભર્યા સંકલ્પ સાથે જીવતાજીવ લોકસેવા સેવા સાથે મૃત્યુ પછી પણ લોકોની સેવા અને મદદની ભાવના સાથે પરિવારના ગુણો અને સંસ્કારો એમના સંકલ્પ પત્રમાં નજરે ચડે છે