દેવરાજ બુધેલીયા
ગણપતિ બાપા મોરીયાના નાદ સાથે સિહોર શહેરમાં વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ સંસ્થા અને મંડળો દ્વારા ગણેશોત્સવના ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે. જેમાં આરતી, પુજા અર્ચન કરવા ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. સિહોર શહેરમાં અનેક સ્થળોએ સત્સંગ, રામધુન, ડાયરો, કથા, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તળાજા રોડ ખાતે આવેલ કાચના મંદિર પાસે ગોકુલધામ ગૃપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાસ-ગરબા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેની વિસર્જન તા. ૧ર-૯ના રોજ થનાર છે. સિહોરની ધોળકિયા શેરી, મોટાચોક, પ્રગટેશ્વર રોડ, બગીચા, રેલવે સ્ટેશન રોડ વિસ્તારોમાં ભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં ભાવિકો ભાવવિભોર થયા છે