ભડલી નજીક આવેલ ચામુંડા સ્ટોન ક્રશર પાસે દીપડો દેખાયો, ધોળા દિવસે દીપડો દેખાતા ધરતીપુત્રોમાં ફફડાટ

શંખનાદ કાર્યાલય
સિહોર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રાની પશુઓના આંટાફેરા વધી ગયા છે મારણના બનાવો વારંવાર બને છે અગાઉ પણ સિહોર પંથકમાં દીપડાએ કરેલા મારણની અનેક ઘટનાઓ બની ચુકી છે સિહોર પંથકમાં રાની પશુઓના આંટા ફેરાથી ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળે છે ત્યારે આજે સિહોરના ભડલી આજુબાજુ વાડી વિસ્તારોમાં સવારના સમયે દીપડો જોવા મળ્યો હતો ભડલી ગામે આવેલ ચામુંડા સ્ટોન ક્રશર નજીક દીપડો દેખાયો હતો જેને લઈ વાડી વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે હાલમાં ચોમાસાની સિઝન છે ધરતીપુત્રોએ પોતાની રહેલી જમીનોમાં પાકોનું વાવેતર કરવાનું હોય છે પોતાના પશુઓ વાડીમાં બાંધ્યા હોય છે. ઘણા લોકોનું રહેઠાણ જ વાડી વિસ્તારમાં હોય છે. આથી તેમના પરિવારજનો અને માલઢોર પર જીવનું જોખમ રહેલું છે ત્યારે ધોળા દિવસે બતાયેલા દીપડાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે