સિહોર શહેરમાં આરોગ્યતંત્ર અને ફ્રુડ વિભાગના ધામાં, ત્રણ ચાર પેઢીને ત્યાં ત્રાટકી સેમ્પલ લેવાયા

મીઠાઈ અને ફરસાણના વેપારીને ત્યાં તપાસો કરી છે બે ત્રણ પેઠી માંથી સેમ્પલો લીધા છે: અધિકારી પટેલ

દેવરાજ બુધેલીયા
ગઈકાલે સોશ્યલ મીડિયામા એક વિડિઓ વાઇરલ થયો હતો જેમાં એક વેપારીએ ગ્રાહકને બોગસ મીઠાઈ ઠપકારી દીધા બાદ જેનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો જેના પગલે તે વિડિઓ કલાકોમાં જિલ્લા અને સમગ્ર ગુજરાતની જનતા સુધી ફેલાયો હતો દરેકે પોતાના મોબાઈલ ફોનમાં વિડીઓને નિહાળ્યો હતો જોકે વિડીઓમાં ભાવનગરનો ઉલ્લેખ હોવાનું સ્પષ્ટ જણાતું હતું વેપારીને ત્યાંથી મીઠાઈ ખરીદી બાદ વસ્તુ બોગસ અને તકલાદી નીકળી હતી જેના કારણે વેપારી અને ગ્રાહક વચ્ચે રકજક થઈ હતી તે વિડીઓમાં સ્પષ્ટ જણાતું હતું જોકે સિહોરમાં પણ મીઠાઈમાં ભેળસેળ થતી હોવાના ગઈકાલે અહેવાલો બાદ આરોગ્યતંત્ર અને ફ્રુડ વિભાગ સફાળું જાગ્યું છે આજે બપોરના સમયે સિહોર શહેરમાં આવેલી મીઠાઈની કેટલીક પેઠીમાં તંત્રએ ત્રાડકી ચેકીંગ હાથ ધરીને સેમ્પલો લીધા છે જેના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે બપોરના સમયે તંત્ર દ્વારા ચાર પાંચ પેઢીમાં ત્રાડકીને તપાસ બાદ બે ત્રણ પેઢીમાં સેમ્પલો લેવાયા છે જે સેમ્પલો ગાંધીનગર ખાતે તપાસ અર્થે મોકલવામાં આવશે તેવું પણ હાલ જાણવા મળ્યું છે અધિકારી પટેલના જણાવ્યાં મુજબ ફરસાણ અને મીઠાઈ બનાવતી પેઠીઓમાં તપાસ કરી છે બે ત્રણ જગ્યાઓ પરથી સેમ્પલો લીધા છે