બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર સહિત ભાવનગર રાજકોટ હાઇવેનો ફોરલેન રોડ ભાંગીને ભીક્કો થઈ ચૂક્યો છે જેના અહેવાલો અગાઉ અમે તાદ્રશ્ય આપને બતાવી ચુક્યા છીએ અને તંત્રને રીપેરીંગ માટે વિન્નતી પણ આ માધ્યમે એક લોકહિતના ભાગરૂપે કરી છે કારણ કે રોડ પરથી પસાર થઈ પોતાના સ્થળે પોહચવું એટલે મોત સામે લડીને ઝઝૂમીને પોતાના સ્થળે પોહચવું એટલું કપરું હતું અમે પ્રજાની હિતની વાત રજૂ કરી તંત્રને જગાડવાનો નાનકડો પ્રયાસ કર્યો અને આખરે તંત્રના કામ કરતા અધિકારીએ લોકોની તકલીફ અને મુશ્કેલીઓ સમજીને આખરે હાઇવે રોડની મરામત શરૂ કરી છે અને પડેલા ખાડાઓ બુરીને મરામત હાથ ધરી છે અહીં તંત્ર વિભાગના અધિકારીઓનું ઈશ્વર ભલું કરે તેવી લોકો વતી અમારી પ્રાર્થના છે સાથે તંત્ર વિભાગના અધિકારીઓ આપનો અંદરનો મ્હાઇલો હજુ જીવે છે તે નક્કી છે..