ખેલૈયાઓએ ગરબાની છેલ્લી રાતે ભારે રંગત જમાવી હતી: ગરબા ગ્રાઉન્ડ પર સાઉન્ડ બંધ ન થયું ત્યાં સુધી ખેલૈયા ઝુમ્યાં હતાં

દેવરાજ બુધેલીયા
નવરાત્રિ પછીના દિવસ દશેરાએ પણ શહેરમાં વિવિધ સંસ્થાઓ અને ગૃપો દ્વારા ગરબાના આયોજનો થયાં હતાં. નવરાત્રિની રંગતની છેલ્લી રાત માણી લેવા ખેલૈયાઓ રમવા માટે ગ્રાઉન્ડ પર સમયસર આ‌વી ગયા હતા અને સાઉન્ડ બંધ ન થયું ત્યાં સુધી નાચ્યાં હતાં. છેલ્લી રાતે ગરબાના આયોજનો પણ શાંતિથી પૂર્ણ થઈ ગયા હતાં. જગત જનની આદ્ય શકિતની આરાધનાના નવલા નવરાત્રિ મહોત્સવનો ગઈકાલ અંતિમ દિવસ હતો છેલ્લા દિવસે આદ્ય શકિત સ્વરૂપમાં જગદંબાની આરાધનાના પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવમાં ગરબે ઘુમતી નાની બાળાઓ અને દાંડીયા ખેલતા ખેલૈયાઓમાં ઉત્સાહના ઘોડાપુર જોવા મળ્યો હતો આંનદ લૂંટી લેવા યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો અત્ર,તત્ર અને સર્વત્ર નવલા નવરાત્રિ મહોત્સવની રંગેચંગે ઉજવણી થઈ છે શેરી ગલીઓ, મહોલ્લાઓ અને પાર્ટી પ્લોટમાં માતાજીની આરાધના અર્થે રાસગરબા, દાંડીયારાસના આયોજનમાં મોટી સંખ્યામાં આબાલવૃધ્ધ ભાવિકો ઉત્સાહભેર ઝૂમી રહ્યા છે. ચોતરફ પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવની રમઝટ ચાલી છે ગત વર્ષની તુલનામાં આ વર્ષે નવરાત્રિ મહોત્સવમાં શેરી ગરબાના આયોજનો પ્રમાણમાં નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. નવરાત્રિ મહોત્સવના અંતિમ તબકકામાં શેરી ગરબાઓ અને પાર્ટી પ્લોટમાં દરરોજ રાત્રીના એક એકથી ચડિયાતા ટ્રેડીશ્નલ ડ્રેસમાં સુસજજ આબાલવૃધ્ધ ખેલૈયાઓ દ્વારા મન મુકીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી