સિહોર વોર્ડ નં ૬ વિસ્તારમાં પ્રોટેક્શન દીવાલને જેસીબી મારીને નુકશાન કરાયું, નગરસેવક ભરત રાઠોડની અવારનવાર રજુઆત

નગરસેવક ભરત રાઠોડ કહે છે નગરપાલિકાની પ્રોટેક્શન દીવાલને નુકસાન કરીને આર્થિક નુકશાન કરાયું છે હું એક મહિનાથી રજુઆત કરું છું અહીં કોઈ સાંભળનારું નથી, તંત્રની કામગીરી અને ઢીલી નીતિ સામે અનેક સવાલો

વિચારો નગરપાલિકાના નગરસેવક બળાપો કાઢે કે અમે મહિનાથી રજૂઆતો કરીએ છે પરિણામ મળતું નથી ત્યારે અહીં કેવું તંત્ર ચાલતું હશે, હે રામ આ ગામને બચાવ જે..

દેવરાજ બુધેલીયા
ગતિશીલ ગુજરાત મોડેલને રજુ કરનારાઓને શરમ આવે તેવી ગતિશીલ ગુજરાતની છબી અહીં દેખાઈ રહી છે આમતો ગુજરાત મોડેલની વાતો કરતાં નેતાઓ થાકતા નથી, પણ સ્થાનિક સિહોરની નગરપાલિકા તંત્રની વાત કરીએ તો દુઃખ સાથે કહેવું પડે કે અહીંનું તંત્ર ખાડે ગયું છે..બેજવાબદાર છે.. નિસક્રિય છે..કોઈનું સાંભળનારું નથી..લાગે છે પોતાની જવાબદારીઓનું ભાન નથી.. અહીં કામ કરતા કર્મીઓમાં એમનામાં.. એમની..અંદર રહેલો માણસ મરી ચુક્યો છે તે કહેવું યોગ્ય ગણાશે એક નગરસેવક મીડિયા સામે બળાપો કાઢે અને કહે હું એક મહિનાથી રજૂઆતો કરું છું તંત્ર કામ કરતું નથી ત્યારે હદ કહેવાઈ કે અહીં જો નગરસેવકોના કામો ન થતા હોઈ તો આમ જનતાની શુ વાત કરવાની..બાબત ગંભીર છે પ્રજા જાગશે તો પરિણામ પણ ખૂબ ગંભીર આવશે તે સત્ય છે વાત જાણે એવી છે કે સિંહોર નગરપાલિકા વોર્ડ નં ૬ વિસ્તારમાં કોઈ વ્યક્તિએ અહીં વિસ્તારની પ્રોટેક્શન દીવાલને નુકશાન કર્યું છે અહીંના નગર સેવક ભરતભાઈનું કહેવુ છે કે આ દીવાલ બાબતે હું મહિના દોઢ મહિનાથી રજૂઆતો કરું છુ પ્રોટેક્શન દીવાલ એક સત્તાપક્ષના કાર્યકર દ્વારા પાડી દેવાઈ છે અને નગરપાલિકાનું આર્થિક નુકશાન કર્યું છે આજ એક મહિના થી ચીફ ઓફિસરને કહ્યું છું અને સ્થળ તપાસ પણ કરાવી છે નગર પાલિકાની હદમાં જીસીબીથી દીવાલ પાડી દીધી છે ભરતભાઈનું કહેવું છે કે ત્યાંના રહેવાસીઑએ પણ ના પાડી છતાં પણ ખોદી નાખ્યું પોતાના કારખાનામાં જીસીબી લઈ જવા માટે તેમણે આ દીવાલને નુકશાન કર્યું છે નોટીસો પણ મોકલી છે જેમના પર પોલીસ ફરિયાદની પણ અરજી કરી છે એનોં પણ કોઈ નિર્ણય નથી આવ્યો હું છેલ્લા એક માસથી ચીફ ઑફિસરની પાછળ લાગ્યો છું ચીફ ઓફિસર આજકાલ આજકાલ કરે છે એમને કોઈનું પ્રેસર છે દબાણ છે તેવો પ્રશ્ન નગરપાલિકાના નગરસેવક ભરતભાઈ કરી રહ્યા છે ત્યારે અહીં સવાલ એ છે કે અહીં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કકળાટ કરે કે અહીં કોઈ સાંભળનારું નથી ત્યારે બાબત ગંભીર જણાઈ છે અને લાગે છે હવે આ ગામને આપડો રામ જ બચાવી શકશે અને અહીં તંત્રમાં કામ કરનારા અધિકારી કર્મીઑએ પોતાના દિલ પર હાથ રાખીને પોતાની જાતને સવાલ કરવાનો સમય પાકી ચુક્યો છે તે પણ સત્ય છે બાકી ઈશ્વર બધું જ જુવે છે એ નક્કી રાખજો