ભાવનગર જીલ્લા પંચાયત દ્વારા ૩ સી.એચ.સી મથકો પર એમ્બ્યુલન્સ ફાળવણી, સાંસદ ડો.ભારતીબેન શિયાળના હસ્તે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું, સાંસદ-જીલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓ દ્વારા ઝંડી ફરકાવી કરાવ્યું પ્રસ્થાન.

શંખનાદ કાર્યાલય
આજે ગ્રામ્ય વિસ્તારના ૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ઝડપી આરોગ્ય સેવા પૂરી પાડવા એમ્બ્યુલન્સ ની ફાળવણી કરવામાં આવી છે. ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળના હસ્તે આ ત્રણેય એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું છે રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ આરોગ્ય યોજના થકી પ્રજાને તમામ પ્રકારની આરોગ્ય સેવા પૂરી પાડવા કટિબદ્ધ છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝડપી આરોગ્ય સેવાને સરકાર કાર્યરત કરવા સરકાર ભરપુર પ્રયાસો કરી રહી છે ત્યારે આજે ભાવનગર જીલ્લા પંચાયત દ્વારા ભાવનગરના અધેલાઈ, ઘોઘાના વાળુકડ તેમજ પાલીતાણાના નોંઘણવદર સી.એચ.સી ને એમ્બ્યુલન્સ ની ફાળવણી કરવામાં આવી. ભાવનગર જીલ્લા પંચાયત ખાતે આજે સાંસદ ડો.ભારતીબેન શિયાળ, જીલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા, જીલ્લા વિકાસ અધિકારી વરુણ કુમાર બર્નવાલ ની ઉપસ્થિતિમાં આજે એમ્બ્યુલન્સના લોકર્પણ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રીબીન કાપી એમ્બ્યુલન્સ નું સાંસદના હસ્તે લોકાર્પણ તેમજ મહેમાનો દ્વારા ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. ખાસ ગ્રામ્ય વિસ્તારમાં ઝડપી આરોગ્ય સેવા મળી રહે તે માટે ૩ સી.એચ.સી મથકો પર એમ્બ્યુલન્સ ની ફાળવણી કરવામાં આવી છે.