ગઈકાલે ભાવનગર શામળાદાસ કોલેજના માજી પ્રોફેસર તખ્તસિંહજી ના થયેલા અવસાનમાં શક્તિસિંહે શોકાંજલી પાઠવી દુઃખની લાગણી વ્યક્ત કરી

આપણી ગુરુ પરંપરાઓ મુજબના એક આદર્શ ગુરુવર્ય એવા ભાવનગર શામળદાસ કોલેજના માજી પ્રિન્સિપાલ આદરણીય શ્રી તખ્તસિંહજી પરમાર ઉર્ફે ગુરુજીના અવસાનના સમાચાર જાણીને અતિ વ્યથિત છુ તેવું બિહારના પ્રભારી અને કોંગ્રેસના પ્રતિભાવંત નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતી સામાન્ય રીતે કોલેજના કોઈ પ્રિન્સિપાલ કે પ્રોફેસરને ગુરુજીનું બિરુદ આજના સમયમાં ભાગ્યેજ મળતું હોય છે. પરંતુ સ્વ. તખ્તસિંહજી પરમાર સાહેબના પોતાના શિક્ષણ સાથેના એક અદભુત લગાવ અને વિદ્યાર્થીઓની કારકિર્દી માટેના અથાગ પ્રયત્નએ તેમને ગુરુજીનું બિરુદ અપાવ્યું હતું. મારા કોલેજ કાળ દરમ્યાન તેમનાં વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર માટે નિઃસ્વાર્થ પરિશ્રમને નજીક થી જોયો છે. સ્વ. પૂજ્ય ગુરુજીની મારા માટે અપાર લાગણી અને આશીર્વાદ રહ્યા છે તેને હું ક્યારેય ભૂલી શકું નહીં. તેમના જવાથી ભાવનગરના ગૌરવવંતા શિક્ષણ ક્ષેત્રના એક વડલા સમાન વ્યક્તિની વિદાય થઈ છે અને આ ખોટ ક્યારેય પૂરી નહી શકાય. સ્વ. તખ્તસિંહજી પરમાર ઉર્ફે ગુરુજીના અવસાન નિમિત્તે શોકાંજલિ પાઠવું છુ. પ્રભુ તેમના આત્માને ચિર: શાંતિ અર્પે તેવી પ્રાર્થના. હું એક વિશ્વાસ વ્યક્ત કરું છું કે, ભાવનગરના શ્રેષ્ઠીઓ એકત્રિત થઈને વિરલ વ્યક્તિત્વ એવા સ્વ. તખ્તસિંહજી પરમાર ઉર્ફે ગુરુજીની યાદ ભાવનગરમાં હંમેશા જળવાઈ રહે તે માટે કઇંક આયોજન કરશે તેવી લાગણી શક્તિસિંહે વ્યક્ત કરી છે