દેવરાજ બુધેલીયા
સિહોરમાં પર્યુષણ પર્વના અંતિમ દિવસે ક્ષમાપના પર્વ સંવત્સરીની જૈન સમાજ દ્રારા ભાવભેર ઉજવણી કરવામાં આવી છે સિહોર સહિત જિલ્લામાં પર્યુષણ પર્વના અંતિમ દિવસે ક્ષમાપના પર્વ સંવત્સરીની જૈન સમાજ દ્રારા ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.જિનાલયો અને ઉપાશ્રયમાં પ્રતિક્રમણમાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતાં.પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ જૈન-જૈનતરોએ એકબીજાને મિચ્છામી દુકકડમ કહી ક્ષમાયાચના કરી હતી આજે પર્યુષણ પર્વમાં તપશ્ચર્યા કરનાર તપસ્વીઓનો વરધોડો નીકળ્યો હતો અને પયુષણમાં દહેરાસરોમાં વિશેષ આંગી,જપ,તપનો માહોલ છવાયો હતો પર્યુષણ પર્વના અંતિમ દિન સંવત્સરીના જિનાલયો અને ઉપાશ્રયોમાં વર્ષનું સૌથી મોટું પ્રતિક્રમણ થયું હતું.જેમાં હજારોની સંખ્યામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓએ લાભ લીધો હતો.પ્રતિક્રમણ પૂણ થયા બાદ જૈન સમાજના લોકોએ એકબીજાને તથા જૈનેતરોને મિચ્છામી દુકકડમ પાઠવી વર્ષ દરમ્યાન ભૂલથી કંઇ બોલાય કે કહેવાય ગયું હોય તો તેની ક્ષમાયાચના કરી હતી. પર્યુષણ પર્વ દરમ્યાન તપશ્ચર્યા કરના તપસ્વીઓનો આજે ભવ્ય વરધોડો નીકળ્યો હતો